બોલિવૂડ મનોરંજન

કાર્તિક આર્યને માતા-પિતા સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 32મો બર્થડે, ફેમિલી ફોટો સાથે લખ્યું ક્યૂટ કેપ્શન!

બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી એક્ટરમાંથી એક કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ છે. તે આજે 32 વર્ષના થઈ ગયા છે. આ ખાસ દિવસે તેણે પોતાની ફેમિલી અને નજીકના મિત્રો સાથે લગ્ન સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે .આ તસવીરોમાં તેના માતા-પિતા અને પાળતુ કૂતરાને જોઈ શકાય છે. આ તસવીરોમાં તેનો બર્થડે કેક પણ જોવા મળી રહ્યો છે. તેના બેકગ્રાઉન્ડમાં ‘લવ યૂ કોકી’ પણ લખેલું છે. ઘરે કાર્તિકને પ્રેમથી લોકો કોકી કહીને બોલાવે છે. તેના માતા-પિતાએ કાર્તિકને સરપ્રાઇઝ આપીને ચોંકાવી દીધો હતો.

કાર્તિક આર્યને બર્થડે સેલિબ્રેશનની તસવીર શેર કરતા લખ્યુ છે, “દરેક જીવનમાં હું તમારા કોકીની રીતે જન્મ લેવા માંગુ છુ. આ સ્વીટ બર્થડે સરપ્રાઈઝ માટે મમ્મી-પપ્પા, કટોરી એન્ડ કીકીનો આભાર.” ફોટોમાં કાર્તિકને કમ્ફર્ટેબલ ગ્રે રંગના ટી-શર્ટમાં અને જીન્સમાં જોઈ શકાય છે. કાર્તિકની આ બર્થડે પોસ્ટ પર તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ કોમેન્ટ્સ કરીને શુભકામના પાઠવી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ હાર્ટ અને કેકવાળા ઈમોજી સાથે ‘હેપ્પી બર્થડે કેએ’ લખ્યુ છે. રકુલ પ્રીત સિંહે લખ્યુ, “હેપ્પી બર્થડે સ્ટાર!! આવનવારા વર્ષ ખૂબ જ અમેઝિંગ હોય. કદાચ ખુશીઓ પણ ઓછી પડી જાય.” તેમજ, કૃતિ સેનને લખ્યુ, “હેપ્પીએસ્ટ બર્થડે બુંટૂ…મારા પાસે તમારા પાસે બેસ્ટ ગિફ્ટ છે…સ્ટે ટ્યૂન્ડ.” કૃતિની બહેન નુપુર સેનને પણ ‘જન્મદિવસ મુબારક હો!’ કહીને બર્થડે વિશ કર્યુ હતું.

administrator
R For You Admin