બોલિવૂડ મનોરંજન

Rashmika Mandannaના આ સુપરસ્ટાર સાથે થઇ ગયા લગ્ન ? તસવીર વાયરલ, જાણો શું છે હકીકત

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને સુપરસ્ટાર વિજય દેવકોન્ડા (Vijay Devarakonda) પેન ઇન્ડિયા સ્ટાર છે. સાઉથ ફિલ્મોથી લઇને બૉલીવુડમાં પણ આ બન્ને સ્ટાર્સ ચર્ચિત છે. બન્નેએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્ય બનાવી લીધી છે. હવે આ બન્નેને લઇને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરોન્ડાના લગ્ન થઇ ગયા હોવાની વાત ચર્ચાઇ રહી છે, આ બન્નેના લગ્નની તસવીર પણ વાયરલ થઇ રહી છે. જાણો આના પાછળ શું છે હકીકત

હાલમાં સોશ્યલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા દેખાઇ રહ્યાં છે, આ તસવીરમાં બન્ને લગ્નમાં કપડમાં, દુલ્હા-દુલ્હન બનેલા અને ગળામાં લગ્ના હાર પહેરેલા દેખાઇ રહ્યાં છે. આ તસવીર પર લોકો ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે. જાણો

ફેન્સ કૉમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખરમાં આ સ્ટાર કપલે લગ્ન કરી લીધા છે, એક યૂઝરે લખ્યું- આ રીતે આ બન્નેને જોવાનુ સપનુ છે, વળી બીજાએ લખ્યું- આ એડિટેડ ફોટો એક દિવસ સાચી થઇ જશે.

administrator
R For You Admin