દેશ-વિદેશ

ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધા મર્ડર કેસમાં મોટો ખુલાસો, આફતાબના બાથરૂમમાંથી મહત્ત્વનો પુરાવો મળ્યો

શ્રધ્ધા મર્ડર કેસમાં હવે ધીમે ધીમે બધા પુરાવા સામે આવી રહ્યા છે. આફતાબના ઘરની અંદર લાગેલી ટાઈલ્સમાંથી CFSLને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આ પહેલા એફએસએલને રસોડામાંથી લોહીના કેટલાક ડાઘા પણ મળ્યા હતા. હવે સીએફએસએલને ટાઇલ્સ વચ્ચેના ગેપમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસનો રિપોર્ટ આવવામાં લગભગ 2 અઠવાડિયાનો સમય લાગશે.

આ કેસમાં એફએસએલની તપાસ ઉપરાંત પોલીસે વધુ ટેક્નોલોજીથી સજ્જ સીએફએસએલ પાસેથી પુરાવા પણ એકત્ર કર્યા છે. CFSL તરફથી રિપોર્ટ મેળવવામાં લગભગ 2 અઠવાડિયા લાગશે. આ ઉપરાંત આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માટે પણ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. પોલીસ સતત તબીબોના સંપર્કમાં છે.

કોમન ફ્રેન્ડ ડ્રગ્સ વેચતો હતો

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આફતાબ અને શ્રદ્ધાનો એક કોમન ફ્રેન્ડ છે જે ડ્રગ્સ વેચતો હતો. આ સિવાય શ્રદ્ધા અને આફતાબનું ઘણી વખત બ્રેકઅપ થયું હતું, ત્યારબાદ સમાધાન થયા બાદ તેઓ સાથે રહેતા હતા. હવે આ કેસમાં એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે. પોલીસ નાર્કો ટેસ્ટની રાહ જોઈ રહી છે, જેમાં આફતાબ પાસેથી સમગ્ર સત્ય બહાર આવશે.

એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે

અત્યાર સુધીની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આફતાબે અત્યાર સુધીના ઘણા મહત્વના પુરાવાને નષ્ટ કરી દીધા છે. આ છ મહિનામાં તેણે ચતુરાઈથી ઘણા પુરાવાઓ અહીંથી બીજી જગ્યાએ કર્યા છે. જો કે, દિલ્હી પોલીસ હવે એક પછી એક તમામ પુરાવા સામે લાવી રહી છે. શ્રદ્ધા અને આફતાબના કોમન ફ્રેન્ડ્સ અને તેમને ઓળખનારા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબની કસ્ટડી 4 દિવસ વધુ લંબાવવામાં આવી છે. મંગળવારે સવારે તેને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આફતાબે પહેલીવાર કોર્ટમાં જજની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આફતાબે કહ્યું- તેણે જે પણ કર્યું, ગુસ્સામાં કર્યું. મેં પોલીસને બધું કહી દીધું છે, સાથે જ આફતાબનો પોલીગ્રાફ પણ આજે થઈ શકે છે.

પોલીસને શ્રદ્ધાના મૃત શરીરના ટુકડાની શોધ કરતાં માનવનાં હાડકાં મળ્યાં
આ પહેલાં સોમવારે દિલ્હી પોલીસને શ્રદ્ધાના મૃત શરીરના ટુકડાની શોધ કરતી વખતે એક માનવ જડબું મળ્યું હતું. આ જડબું શ્રદ્ધાનું છે કે નહીં એ જાણવા માટે ડેન્ટિસ્ટની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે અત્યારસુધી મેળવેલાં તમામ માનવનાં અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

એજન્સી અનુસાર, જડબાની તપાસ કરી રહેલા ડેન્ટિસ્ટે કહ્યું- પોલીસ મારી પાસે જડબાનો ફોટો લઈને આવ્યા હતા, જે તેમને તપાસ દરમિયાન મળ્યું હતું. મેં પોલીસને કહ્યું, મુંબઈમાં શ્રદ્ધાની રૂટ-કેનાલ ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર શ્રદ્ધાના જડબાનો એક્સ-રે કરાવવાનું કહે છે. એક્સ-રે વિના કંઈપણ કહેવું મુશ્કેલ છે.

administrator
R For You Admin