ધર્મ-આસ્થા

30 વર્ષ બાદ શનિ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ જાતકોને સાડાસાતી અને ઢૈય્યામાંથી મળશે મુક્તિ

હિન્દુ ધર્મમાં શનિ દેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવ્યા છે. શનિ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દેવ આગામી વર્ષે જાન્યુઆરી 2023માં કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. વર્ષ 2023માં શનિ દેવ 40 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

વર્તમાન સ્થિતિમાં શનિદેવ મરક રાશિમાં બિરાજમાન છે. શનિદેવના પોતાના રાશિ પરિવર્તનથી અનેક પ્રકારના પરિવર્તન અન્ય રાશિઓ પર પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે કઇ રાશિઓ છે જેના પર શનિનો પ્રભાવ જોવા મળશે.

જો કોઇ વ્યક્તિની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે અને જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. તેથી, આવી સ્થિતિમાં આ લોકોએ ગરીબ લોકો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ અને તેમની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. આ સિવાય શનિ મંદિરમાં જઈને દાન કરવું અને હનુમાનજીના મંત્રોનો જાપ કરવો પણ શુભ છે.

પિતૃઓને યાદ કરીને પીપળાના ઝાડને જળ અર્પિત કરવું એ લોકો માટે ફાયદાકારક છે જેઓ શનિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર, કુંભ અને ધનુ રાશિના લોકોને લાભ થશે. આ રાશિના લોકોના અટવાયેલા કામ પૂરા થવા લાગશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપશે.

શનિની ઢૈય્યા ચાલી રહી હોય તેવી રાશિના જાતકોને નોકરી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી આ તમામ રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે.

શનિ સાડા 7 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. જેને જ્યોતિષમાં શનિની સાડાસાતી કહેવામાં આવે છે. આ સમયે કુંભ, ધનુ અને મકર રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 24 જાન્યુઆરી, 2020 ના રોજ કુંભ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઈ છે અને તે 3 જૂન, 2027 ના રોજ આ રાશિને મુક્ત કરશે. આ સિવાય મકર રાશિ માટે શનિની સાડા સાતી 26 જાન્યુઆરી 2017થી શરૂ થઈ હતી, જે 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે.

administrator
R For You Admin