3 મેચનીસિરીઝમાં ભારત 1-0થી આગળ છે. પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, ત્યારબાદ ભારતે બીજી મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી હતી. આજે કિવી ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટે 146 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે આજે ટી20 સિરીઝની 3 મેચ રમાય હતી. આ મેચમાં ભારતીય બોલરોએ કીવી ટીમને ઓલઆઉટ કરી હતી અને સાથે હેટ્રિક પણ લીધી હતી. આ હેટ્રિક કોઈ બોલરની નથી, પરંતુ આખી ટીમની છે. આ હેટ્રિક પહેલા ન્યુઝીલેન્ડની ટીમ મજબુત સ્થિતિમાં જોવા મળતી હતી, પરંતુ ડેથ ઓવરમાં પહોંચ્યા બાદ તે લાચાર બની ગઈ હતી. તેની હાલત માટે ભારતના બે ઝડપી બોલરો જવાબદાર હતા, જેમણે ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની ડેથ ઓવરોમાં જ પોતાની સાચી તાકાત બતાવી હતી.
ન્યુઝીલેન્ડ માટે 17મી ઓવરની ત્રીજી બોલ સુધી બધું જ બરાબર ચાલતું હતુ. ત્યારે આશા હતી કે ટીમ 180ના સ્કોરથી આગળ વધશે, પરંતુ 16.3 ઓવરમાં 3 વિકેટ પર 146 રન બનાવનારી કીવી ટીમની સાથે એવું કાંઈ થયું કે ટીમ 20 ઓવર રમ્યા પહેલા જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની 7 વિકેટ તો માત્ર 14 રનમાં પડી હતી.
નેપિયરમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડની ટીમને ધુંટણીયે લાવવા માટે શાનદાર રમત રમી. શરૂઆત અર્શદીપે કરી હતી. તેણે 17મી ઓવરના ચોથા બોલ પર પ્રથમ અડધી સદી રમી રહેલા ડેવોન કોનવેને આઉટ કર્યો. જે બાદ સિરાજે નીશમને 17.1 ઓવરમાં પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ એ જ ઓવરના 5મા બોલ પર સિરાજે સેન્ટનરને પણ આઉટ કર્યો. કિવી ટીમે આ ત્રણેય વિકેટ માત્ર 3 રનના અંતરે ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમે હેટ્રિક લીધી
હજુ મોટો ઝટકો બાકી હતી એટલે કે, 19મી ઓવરમાં ભારતીય ટીમે હેટ્રિક લીધી, ન્યુઝીલેન્ડની ઈનિગ્સની 19મી ઓવર અર્શદીપ નાંખી રહ્યો હતો. તેણે તેના પહેલા બે બોલ પર મિશેલ અને સોઢીને આઉટ કર્યા હતા. તે હેટ્રિક પર હતો. પરંતુ તેના સ્થાને એડમ મિલ્ને રન આઉટ થતાં ટીમ ઈન્ડિયાને હેટ્રિક મળી હતી. મતલબ કે હવે કિવી ટીમની 6 વિકેટ માત્ર 3 રનમાં પડી ગઈ હતી.
પ્રથમ વખત બે ભારતીય ઝડપી બોલરોએ આવું કર્યું
ન્યુઝીલેન્ડની આખી ટીમ 160 રન બનાવી 19.4 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ અને સિરાજ સફળ બોલર રહ્યા, સિરાજે 4 ઓવરમાં 17 રન આપી 4 વિકેટ લીધી તો અર્શદીપે 4 ઓવરમાં 37 રન આપી વિકેટ લીધી હતી. આવું પ્રથમ વખત છે જ્યારે ભારતના 2 ફાસ્ટ બોલરોએ પુરુષોની T20Iમાં 4-4 વિકેટ લીધી.