રમત ગમત

ફિફા વર્લ્ડકપ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લાગ્યો મોટો ઝટકો, બે મેચનો લાગ્યો પ્રતિબંધ

વિશ્વના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 વચ્ચે મોટો આંચકો લાગ્યો છે. ઇંગ્લેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટ એફએ કપ દ્વારા રોનાલ્ડોને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે તેના પર બે મેચ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વાસ્તવમાં રોનાલ્ડો ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ માટે રમે છે. તાજેતરમાં જ તેણે મેચ હાર્યા બાદ બહાર નીકળતી વખતે ગુસ્સામાં એક ચાહકનો મોબાઈલ તોડી નાખ્યો હતો. આ મામલામાં કાર્યવાહી કરતી વખતે રોનાલ્ડો પર દંડ અને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શું આ પ્રતિબંધ વર્લ્ડ કપમાં લાગુ થશે કે નહીં?

ધ મિરરના રિપોર્ટ અનુસાર, રોનાલ્ડો પર 50,000 પાઉન્ડ (લગભગ 49 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. એફએ કપમાંથી પણ બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રતિબંધ વર્લ્ડ કપમાં લાગુ થશે નહીં. આ પ્રતિબંધ માત્ર એફએ ટુર્નામેન્ટ મેચોમાં જ રહેશે.

નિર્ણાયક મેચમાં યુનાઈટેડનો પરાજય થયો હતો

વાસ્તવમાં આ વર્ષે એપ્રિલમાં માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ એવર્ટન સામે મેચ રમી હતી. ચેમ્પિયન્સ લીગમાં ક્વોલિફાય થવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. આ મેચમાં એવર્ટને માન્ચેસ્ટર યુનાઈટેડને કારમી હાર આપી હતી. આ સાથે ચેમ્પિયન્સ લીગમાં ક્વોલિફાય થવાની આશાઓ પણ ધૂંધળી થઇ હતી.

ચાહકનો મોબાઈલ તોડીને માફી માંગી

આ હારના ગુસ્સામાં રોનાલ્ડો પોતાની ટીમ સાથે મેદાન છોડીને જતો રહ્યો હતો ત્યારે ગુસ્સામાં  તેણે એક પ્રશંસકનો ફોન તોડી નાખ્યો જે વીડિયો બનાવી રહ્યો હતો. આ ઘટના બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પસ્તાવો થયો હતો. આ પછી તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને માફી માંગી હતી. તેણે લખ્યું કે હું મારા ગુસ્સા માટે માફી માંગવા માંગુ છું સાથે જ હું તે સમર્થકને મેચ જોવા માટે બોલાવવા માંગુ છું.

administrator
R For You Admin