ગુજરાત

ધારાસભ્ય લલિત વસોયાથી નારાજ ધોરાજી ઉપલેટામાં કોંગ્રેસને છોડી કોંગ્રેસના કાર્યકરો AAP માં જોડાયા

ધોરાજી ઉપલેટામાં ફરી એકવાર કોંગ્રેસને ઝટકો મળ્યો છે અને  ઉપલેટામાં લલિત વસોયાથી નારાજ પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના મહામંત્રીએ લલિત વસોયાથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  ધોરાજી ઉપલેટામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં  લલિત વસોયાના હોમ ટાઉનમાં જ વિધાન સભાની ચૂંટણીના સમયે ભંગાણ સર્જાયું હતું.  ધોરાજીના કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય મકબૂલ ગરાણા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   પંજાબના ધારાસભ્ય દલબીરસિંહ તોગના હસ્તે ખેસ ધારણ કરીને  તેઓ આપમાં જોડાયા હતા.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાત ચૂંટણી  2022:  લલિત વસોયાનો તાજેતરમાં કરવામાં આવ્યો હતો વિરોધ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં જાણે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ઉમેદવારો પણ સતત પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં  તાજેતરમાં જ ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો.  ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ લલિત વસોયાના થઈ રહેલા વિરોધને લઈને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા એક મીટીંગ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીનો વિરોધ અને લોકો માટે ફાળવેલી ગ્રાન્ટો બાબતે ચર્ચા કરી અને લલિત વસોયાને સમર્થન ન કરી અને આમ આદમી પાર્ટીના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીને સમર્થન કરી વિપુલ સખિયા જીત મળશે તેવી પણ વાત કરી હતી.

સામે આવેલી વિગતો પ્રમાણે લલિત વસોયાએ ભૂતકાળમાં જે વાયદાઓ કર્યા હતા. તેમાં અસંતોષ થયા હોવાની બાબત સામે આવી હતી . ધારાસભ્યએ પોતાને મળતા પગાર માંથી લોકહિતના કાર્યો તેમજ ફ્રી નિદાન કેમ્પો કરી લાખો રૂપિયા વાપર્યા હોવાનું ચર્ચાતા કોંગ્રેસના કાર્યકરોએ આ વાતને લઈને પણ લલિતભાઈ ઉપર અન્ય સંસ્થાઓના પૈસા વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

administrator
R For You Admin