ફિલ્મ એક્ટ્રેસ હુમા કુરેશી આજકાલ ખુબ ચર્ચામાં છે, તેને તાજેતરમાં જ એક પછી એક એવી તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં તેને કેપ્શન ખાસ લખ્યુ છે, ખરેખરમાં એક્ટ્રેસ બિકીની બાદ પોતાના ફેવેરિટ ડ્રેસમાં પૉઝ આપ્યા છે. એક્ટ્રેસ હાલમાં ડબલ એક્સએલ અને ઓ માય ડાર્લિંગ ફિલ્મના કારણે ચર્ચામાં છે.
હુમા કુરેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની 6 તસવીરોનુ એક કૉલાઝ શેર કર્યુ છે, જેમાં તે પોતાનો ફેવરેટ ડ્રેસ એટલે ઓરેન્જ કલરનો સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તેની તસવીરો પર મોનિકા, મોનિકા જલપરી, બ્યૂટીફૂલ મોનિકા વગેરે નામથી લોકોએ કૉમેન્ટ કરીને લાઇક્સ આપ્યા છે.
હુમા કુરેશીએ જે ફોટોશૂટ કરાવ્યુ છે, તેમાં તે ઓરેન્જ કલરના ફૂલ ગાઉન ટાઇપ ડ્રેસમાં ટ્રેડિશનલ અવતારમાં દેખાઇ રહી છે. ફેન્સને આ ખુબ પસંદ આવી રહ્યો છે. લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે. એક્ટ્રેસે આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે – ફેસ્ટિવ સિઝન ઓન્લી #થ્રૉબેક ઓરેન્જ ઓર પિન્ક ? યૂ હેવ એ ફેવરેટ ?? એક્ટ્રેસના કેપ્શનને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે કેમ કે ઓરેન્જ અને પિન્ક એક્ટ્રેસનો ફેવરેટ ડ્રેસ કલર છે.
હુમા કુરેશીના આ લેટેસ્ટ ફોટો એટલા સુંદર છે કે, જોવા પર તમને પણ નજર હટાવવી નહીં ગમે. એક્ટ્રેસનુ આ લેટેસ્ટ ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ છવાયેલુ રહ્યુ છે