તાજા સમાચાર

રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે દર્શિતા શાહને આપી છે ટિકિટ, જાણો તેમની રાજકારણની સફર વિશે

રાજકોટની હાઇપ્રોફાઇલ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે પ્રથમવાર દર્શિતા શાહને ટિકિટ ફાળવી છે. અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, વજુભાઈ વાળા છ ટર્મ જીત્યા અને વિજય રૂપાણી અહીંથી જીતીને CM બન્યા હતા, ત્યારે ભાજપે પ્રથમ વખત તબીબ મહિલા દર્શિતા શાહને ટિકિટ આપી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની ઉમેદવારીની આ પ્રથમ ઘટના છે. જોકે પક્ષનો નિર્ણય દર્શિતા શાહ માટે કોઇ મોટી જવાબદારીથી કમ નથી.

રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના તબીબ ઉમેદવાર

ટિકિટ મળવાની સાથે દર્શિતા શાહના માથે બેવડી જવાબદારી છે. એક તરફ ઘર-પરિવાર, તો બીજી તરફ રાજકીય મોરચો સંભાળવો, ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે પરિવાર સાથે પોલિટિક્સનું બેલેન્સ દર્શિતા શાહ કેવી રીતે જાળવતા હશે ? દર્શિતા શાહ,, પરિવાર અને પોલિટિક્સમાંથી કોને અગ્રિમતા આપતા હશે ?સવારે ઉઠીને રાત્રે ઉંઘતા સુધી કેવી હોય છે દર્શિતા શાહની દીનચર્યા.આવો સાંભળીએ

 

administrator
R For You Admin