ટેકનોલોજી

આવા 10 પ્રકારના Passwords રાખનારાઓને થશે નુકશાન, સામે આવ્યો સ્ટડી રિપોર્ટ, જાણો

દેશમાં અને દુનિયામાં જેમ જેમ લોકો ટેકનોલૉજીનો ઉપયાગ વધારી રહ્યાં છે, તેમ તેમ તેનાથી વધુ ફ્રૉડનો શિકાર પણ બની રહ્યાં છે. તાજેતરમાં જ સાયબર ક્રાઇમ થવાની ઘટનાઓને લઇને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં મોટાભાગના લોકો કૉમન પાસવર્ડ રાખીને છેતરાઇ જાય છે, અને બાદમાં હેકર્સ તેમનુ એકાઉન્ટ હેક કરીને ફાઇનાન્સિયલી અને બીજી રીતે નુકશાન પહોંચાડે છે.

સાયબર ક્રાઇમને લઇને કરવામાં આવેલા નૉર્ડપાસે 2022ના એક સ્ટડી રિપોર્ટમાં જણાવ્યુ છે કે, દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે. નૉર્ડપાસે 2022માં ઉપયોગમાં લેવામા આવેલા સૌથી કૉમન પાસવર્ડનુ લિસ્ટ શેર કર્યુ છે, જેનાથી જાણી શકાય છે કે દેશમાં લગભગ 3.5 લાખ લોકો સાઇન અપ કરવા માટે પાસવર્ડ તરીકે “પાસવર્ડ”નો જ ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 75,000 થાી વધુ ભારતીયો “બિગબાસ્કેટ”નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે, રિપોર્ટ અનુસાર, આ વર્ષના ટૉપ 10 સૌથી કૉમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે.

રિપોર્ટ અનુસાર, આ પાસવર્ડ હજારો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે, રિસર્ચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના 30 દેશોમાં કરવામા આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે, આખી દુનિયામાં ગેસ્ટ, વીઆઇપી, 123456 અને અન્ય જેવા પાસવર્ડનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે, રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, દર વર્ષે રિસર્ચર એક જ પેટર્ન જુએ છે. જાણો સ્ટ્રૉન્ગ પાસવર્ડ રાખવાની મેથડ વિશે………

કોઇપણ એકાઉન્ટને પાસવર્ડ સ્ટ્રૉન્ગ કઇ રીતે રાખી શકાશે, જાણો પેટર્ન –

યૂઝર્સને સલાહ આપવામા આવી રહી છે કે અલગ અલગ અક્ષરો, સંકેતો, અને આંકડાઓની સાથે સ્ટ્રૉન્ગ અને લાંબા પાસવર્ડનો ઉપયોગ કરો.
– ઉદાહરણ તરીકે, કોઇ “@s1Q0#+Ga@os” નો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સેટ કરેલો પાસવર્ડ તમને તમારા ડેટા ચોરીની ઘટનાથી બચાવી શકે છે.
– યૂઝર્સ પોતાના દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખી શકે છે.
– એક જ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરવાથી હેકર્સ તમારો પાસવર્ડ ક્રેક કરી શકે છે.
– ડ્યૂલ વેરિફિકેશનનો ઉપયોગ કરો.
– પોતાના પાસવર્ડને મેક્સીમમ ત્રણ મહિના બાદ બદલો, આ ઉપરાંત યૂઝર્સ દર મહિને પાસવર્ડ બદલવા ઇચ્છે તો આ રીતની ઘટનાથી સુરક્ષિત રહી શકશે.

administrator
R For You Admin