તાજા સમાચાર

વિક્રમ ગોખલેએ ખોલી આંખ, ડોક્ટરોએ કહ્યું ’48 કલાકમાં દુર થઈ શકે છે વેન્ટિલેટર’

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત હવે પહેલા કરતા સારી છે. પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. અભિનેતાની તબિયત વિશે અપડેટ આપતાં ડોક્ટરોએ કહ્યું કે વિક્રમ ગોખલેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આટલું જ નહીં, ડોક્ટર્સે તો એમ પણ કહ્યું કે, જો તેમની તબિયત આ રીતે ઠીક થતી રહેશે તો આગામી 48 કલાકમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી શકાય છે. તમને જણાવી દઈએ કે અભિનેતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે

બ્લડ પ્રેશર અને હાર્ટ પણ સ્થિર

રાહતના સમાચાર એ છે કે અભિનેતા કોમામાં જતા રહ્યા બાદ હવે અભિનેતા પોતાના શરીરના અંગોનું હલનચલન થઈ રહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈની વાતચીત કરતી વખતે વિક્રમ ગોખલેના મેનેજર શિરીષ યદ્દીકરે જણાવ્યું કે અભિનેતા પોતાની આંખ ખોલી રહ્યા છે. તેના શરીરનું હલનચલન પણ થઈ રહ્યું છે. તેનું બ્લડ પ્રેશર અને હાર્ટ પણ સ્થિર છે.

તમને જણાવી દઈએ કે બુધવારના રોજ અભિનેતાના નિધનના સમાચાર વાયરલ થયા હતા. આ વચ્ચે તેની પત્ની વ્રુષાલી ગોખલે ગુરુવારે જણાવ્યું કે, તે કોમામાં છે અને તેના શરીરના કેટલાક અંગો હવે કામ કરી રહ્યા નથી. વ્રુષાલીએ જણાવ્યું કે તે કોઈ જવાબ આપી રહ્યા નથી. ડોક્ટરે એ પણ કહ્યું કે, જો તેની તબિયતમાં સુધારો જણાશે તો 48 કલાકમાં તેનો વેન્ટિલેટર સપોર્ટ પણ દુર કરાશે. અભિનેતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે

પરવાના’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી

વિક્રમ છેલ્લે શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાની સાથે ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં આવી હતી. તેણે 26 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 40 વર્ષથી વધુની કારકિર્દીમાં વિક્રમ ગોખલેએ મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં 1990માં અમિતાભ બચ્ચન અભિનીત અગ્નિપથ અને 1999માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત હમ દિલ દે ચૂકે સનમનો સમાવેશ થાય છે.

administrator
R For You Admin