ધર્મ-આસ્થા

પૂજા દરમિયાન શા માટે વગાડવામાં આવે છે ઘંટડી? જાણો એની સાથે જોડાયેલા નિયમ

હિન્દૂ સનાતન ધર્મમાં પૂજા-પાઠનું મહત્વ હોય છે. સનાતન પરંપરાઓમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. શાસ્ત્રો અનુસાર ઘંટડી વગાડી પૂજા કરી ભગવાનને જગાડવામાં આવે છે. માટે પૂજાની અન્ય વિધિઓની જેમ ઘંટડી પણ જરૂરી હોય છે. પરંતુ પૂજા દરમિયાન ઘંટડીના પ્રયોગથી લઇ કેટલાક નિયમ હોય છે, જેનું પાલન પૂજા દરમિયાન જરૂરી છે. ત્યારે જ પૂજા સફળ માનવામાં આવે છે અને દેવી-દેવતા તમારી પૂજાને સ્વીકાર કરે છે. તો ચાલો જાણીએ પૂજામાં ઘંટડી અને એની સાથે જોડાયેલા નિયમો અંગે.

મંદિરોમાં જતી વખતે તેના પ્રવેશદ્વાર પર ઘંટ હોય છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે લોકો ઘંટ વગાડીને જ પ્રવેશ કરે છે. ઘણા લોકો ઘંટ વગાડ્યા પછી જ મંદિર છોડે છે. મંદિરોમાં ઘંટ વગાડવા પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે. માન્યતાઓ અનુસાર, ઘંટડી વગાડવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘંટડીમાંથી નીકળતો મધુર અવાજ મનમાં પૂજા પ્રત્યેના સકારાત્મક વિચારોને જાગૃત કરે છે. ઘંટ વગાડતી વખતે પૂજા કરવાથી આત્મસંતોષ મળે છે અને ભક્તો શાંતિ અનુભવે છે.

ઘંટડી વગાડવાના નિયમો

મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાથી ત્યાં હાજર દેવી-દેવતાઓની ચેતના જાગે છે અને ભક્તો પ્રત્યે તેમનું આકર્ષણ વધે છે.માન્યતાઓ અનુસાર, પૂજા કર્યા પછી બહાર જતી વખતે ઘંટડી ક્યારેય ન વગાડવી જોઈએ. શાસ્ત્રો અનુસાર પૂજા કર્યા પછી પાછા ફરતી વખતે ઘંટડી વગાડવી એ તેના નિયમોની વિરુદ્ધ છે.

ઘંટડી વગાડવા માટે ઘણા નિયમો છે. આમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે ઘંટ ક્યારેય જોરથી ન વગાડવો જોઈએ. જો તમે પૂજાના ઉદ્દેશ્યથી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો, તો આવી સ્થિતિમાં જોરથી ઘંટ વગાડવાથી તમારામાં ભક્તિની ભાવના નષ્ટ થઈ શકે છે. ઘંટ સતત વગાડવો જોઈએ નહીં, તેને એક સમયે બેથી ત્રણ વાર જ વગાડવો જોઈએ. .

પૂજામાં ઘંટડી વગાડવાના ફાયદા

માન્યતાઓ અનુસાર ઘંટડી વગાડવાથી દેવી-દેવતાઓમાં ચેતના જાગે છે અને પૂજા કરવા આવતા ભક્તો તરફ તેમનું ધ્યાન આકર્ષિત થાય છે. ઘંટ વગાડવાથી વાતાવરણમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે અને આ મધુર કંપનશીલ અવાજ દ્વારા વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કહેવાય છે કે જ્યાં સુધી ઘંટડીનો અવાજ જાય છે ત્યાં સુધી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

પૌરાણિક ગ્રંથો અનુસાર જે સ્થાનો પર નિયમિત પૂજા કરવામાં આવે છે અને ઘંટ વગાડવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેથી જ નિયમિત પૂજા સ્થાનો અને ઘંટ વગાડવાથી વાતાવરણ શુદ્ધ અને શાંતિપૂર્ણ રહે છે.

 

administrator
R For You Admin