જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર ‘ ‘એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.
ગુજરાત ચૂંટણી 2022: ભાજપનું સંકલ્પ પત્ર ઠાલા વાયદા નથીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી. જે કહેવું તે કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી. નોંધનીય છે કે સંકલ્પ પત્ર બનાવવા માટે વિવિધ સ્થળોએ ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે. નોંધનીય છે કે 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંકલ્પ પત્ર માટે ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી સૂચન પેટી મૂકવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા.
ભાજપે ખેડૂતોથી માંડીને આરોગ્ય, માળખાગત સુવિધાઓને આપ્યું પ્રાધાન્ય
10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરીશું
દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ
સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે (1,630 કિ.મી.)
સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત – સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું
રૂ. 80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું
લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય- દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું પોલીસ ફોર્સનું આધુનિકીકરણ- રૂ 1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત કરવામાં આવશે .
FDI ક્ષેત્રે No.1નું સ્થાન- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવવાનો સંકલ્પ આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું
ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ -ગુજરાતના ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક વડોદરામાં એરક્રાફ્ટ પ્રોડક્શન યુનિટ બનશે.
ગાંધીનગર અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને વેગ આપીશું રાજકોટ અને વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરીશું
ભાજપનો સંકલ્પ ગૌશાળા અપગ્રેડ કરવા માટે ₹500 કરોડ ફાળવીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સી ફૂડ પાર્કનું નિર્માણ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ₹110 કરોડના ભંડોળ સાથે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોનોસ્ટિક સ્કીમ’ શરૂ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ₹10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીશું
ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું #અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે લક્ષ્યાંક અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ફેમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવારને તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાવીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ દેશવિરોધી પ્રવૃત્તિઓને દૂર કરીશું ‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ અસામાજિક તત્વો દ્વારા મિલકતોને થયેલા નુક્શાનની વસૂલાત કરીશું
‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ એક્ટ’ લાગુ કરીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું
પૂર્વ-પશ્ચિમ કોરિડોર: દાહોદથી પોરબંદર (611 કિ.મી.)
ઉત્તર-દક્ષિણ કોરિડોર: પાલનપુરથી વલસાડ (558 કિ.મી.) અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ નેશનલ હાઈ-વેની કનેક્ટિવિટી વધારીશું
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ વિકસાવીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ ‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડ ખર્ચીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ
ભાજપનો સંકલ્પ મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડ ફાળવીશું અગ્રેસરગુજરાતનોસંકલ્પ