મનોરંજન

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન

બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.અભિનેતાના મૃત્યુને કારણે, સેલેબ્સ અને તમામ ચાહકોમાં શોકની લહેર છવાઇ ગઇ છે

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના શરીરના ઘણા ઓર્ગન  કામ કરવાનું બંધ થઇ ગયા હતા. બાદ તેને ને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોના તમામ પ્રયાસો છતાં પણ અભિનેતાને બચાવી ન શકાયા અને તેણે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. વિક્રમ ગોખલેના પાર્થિવ દેહને આજે સાંજે 4 કલાકે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. વિક્રમ ગોખલેના નિધનના સમાચાર મળતા જ હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે., તેના ચાહકો પણ ભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

administrator
R For You Admin