બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ ફરી એકવાર પોતાના અફેરની ચર્ચાઓને લઇને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ વખતે તે રિલેશનશપ નહીં પરંતુ લગ્નની વાતના કારણે મીડિયામાં છવાઇ છે. રિપોર્ટ છે કે, ફાતિમા સના સેન બહુ જલ્દી લગ્ન કરવા જઇ રહી છે. આ વાતની પુષ્ટી જોકે, હજુ સુધી એક્ટ્રેસે નથી કરી પરંતુ તેની એક વાયરલ પૉસ્ટથી ફેન્સ અટકળો લગાવવા લાગ્યા છે.
બૉલીવુડમાં વધુ એક હૉટ એક્ટ્રેસ ફાતિમા સના શેખ લગ્ન કરવા જઇ રહી હોવાની વાત ચર્ચાઇ રહી છે, જોકે આ અંગે હજુ સુધી ખુલાસો નથી થયો. થોડાક સમય પહેલા એક્ટ્રેસ ફાતિમા સના શેખ (Fatima Sana Sheikh)નું સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) સાથે અફેર હોવાની વાત પણ ખુબ ચર્ચામાં રહી હતી, આ પછી ફાતિમા સના શેખે આમિરની દીકરી ઇરા ખાન (Ira Khan) અને તેના થનારા પતિ નૂપુર શિખરે (Nupur Shikhare) પર પોતાની કૉમેન્ટના કારણે લાઇમલાઇટમાં આવી હતી. હવે તેની એક પૉસ્ટે ચર્ચા જગાવી છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર ફાતિમા સના શેખની એક પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે, જે એક્ટ્રેસ ખુદ શેર કરી છે, એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે લખ્યું છે Knot. આ નૉટ શબ્દનો ફેન્સ તેને લગ્ન સાથે જોડીને જોઇ રહ્યાં છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ એક રિસ્ક એથનિક આઉટફિટમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે. જેમાં એક બેકલેસ ટૉપ અને હાઇ વેસ્ટ પેન્ટ સામેલ છે. જ્યાં લોકો તસવીરોમાં ફાતિમા સના શેખના કાતિલ લૂક પર ફિદા છે, તો વળી કેટલાક તેના આઉટફિટની પ્રસંશા કરી રહ્યાં છે, જે એકદમ બૉલ્ડ અને સુંદર બન્ને છે. તસવીરો ઉપરાંત તેને જ કેપ્શનમાં લખ્યું છે, તેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. – ફાતિમાએ લખ્યું છે – સવાલ એ છે કે, આ Knot જોઇએ કે ના કરવી જોઇએ.
ફેન્સ આ રીતે લગાવી રહ્યા છે અટકળો –
ફાતિમા સના શેખની પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે, અને યૂઝર્સને લાગી રહ્યું છે કે, તે પોતાની લગ્નની હિન્ટ આપી રહી છે. ખરેખરમાં ફાતિમા સના શેખના કેપ્શનમાં ‘Knot’ શબ્દના ઉપયોગે તેના ફેન્સને એક્સાઇટેડ કરી દીધા છે. જે તેના લગ્ન વિશે સતત વિચારીને અટકળો લગાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા ફાતિમા સના શેખનુ દંગલ એક્ટર આમિર ખાન સાથે અફેર હોવાની વાતે ખુબ જોર પકડ્યુ હતુ, સોશ્યલ મીડિયા પર બન્ને વચ્ચે રિલેશન હોવાની વાત પણ લોકો કરવા લાગ્યા હતા, જોકે, આ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યુ. બન્ને આ વાતને ફગાવી ચૂક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા સના શેખ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સેમ બહાદુર’નુ શૂટિંગ કરી રહી છે