ગુજરાત

શિયાળો કરી રહ્યો છે જમાવટ, આ શહેરોમાં સાંજથી અનુભવાશે ઠંડીનો ચમકારો, દિવસ અને રાત્રિના તાપમાનમાં જોવા મળશે મોટો ફરક

રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ અનુભવાય છે તેમજ ઠંડા પવનો ફં ઠંડા પવનો ફૂંકાવાને કારણે હવે દિવસે ઘરમાં પંખાની જરૂરિયાત અનુભવાતી નથી. તો રાત પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક વર્તાવા લાગે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. ત્યારે આજે મોરબી, નર્મદા, રાજકોટ, તાપી જિલ્લામાં તાપમાનનો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે અને તેના કારણે ઠંડી વધી પડશે. હવે સાંજે બહાર જાવ તો ગરમ વસ્ત્રો જરૂર સાથે રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 27 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે.

દાહોદ અને છોટા ઉદેપુરમાં સાંજથી ફરી વળશે ઠંડી

દાહોદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આમ દિવસ અને રાતના વાતાવરણમાં મોટો ફરક જોવા મળશે.

પાટનગરમાં   દિવસે ઉગ્ર ગરમી અને રાત્રે પડશે ઠંડી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડ઼િગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 35 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે

 

administrator
R For You Admin