ગુજરાત

બીજા તબક્કાના મતદાન માટે બે દિવસમાં 12081 કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 માં ચૂંટણીની ફરજમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત બે દિવસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોલીસ અધિકારી – કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું . અમદાવાદ જિલ્લામાં 2  દિવસમાં કુલ 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું જેના કારણે પોલીસ અને હોમગાર્ડ જવાનોનું કુલ 87.35  ટકા મતદાન નોંધાયું છે. અને ચૂંટણી પંચ દ્વારા ઊભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત પોલીસ જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. નોંધનીય છે કે પ્રથમ દિવસ માટે  9908 પોસ્ટલ બેલેટ મતદાન થયું ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત પોલીસ જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

ગુજરાત ઇલેક્શન2022:  પ્રથમ દિવસે   9908 અધિકારી – કર્મચારીઓએ  પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

અમદાવાદ જિલ્લામાં કુલ 13829 પોલીસ અને હોમગાર્ડ જવાનો પોસ્ટલ મતદાન માટે નોંધાયા હતા, જેમાંના 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.  આમ, કુલ 87.35 ટકા મતદાન જોવા મળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર 25 અને 26 નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે અલાયદા પાંચ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે 9 વાગ્યા થી સાંજ ના 5 વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જ્યાં પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

administrator
R For You Admin