રમત ગમત

સુપર સન્ડે પર મેદાનમાં ઉતરશે આ 8 ટીમો વચ્ચેનો જંગ જાણો ક્યાં જોશો

શરુ થયો તેનું એક અઠવાડિયું થઈ ચૂક્યું છે. તમામ ટીમ અત્યારસુધી એક એક મેચ રમી ચૂકી છે. સુપર સન્ડે ટૂર્નામેન્ટમાં 4 મહત્વની મેચ શરુ થશે. જેમાં ચાહકોને ભરપુર એક્શન જોવા મળશે. રવિવારે, ગયા વર્ષના ઉપવિજેતા ક્રોએશિયા સિવાય, વિશ્વ કપમાં સૌથી વધુ વિજેતા ટીમોમાંની એક જર્મની પણ મેદાનમાં ઉતરશે. આજે (27 નવેમ્બર) ગ્રુપ Eમાં ત્રણ મેચો રમાશે જ્યારે ગ્રુપ Fમાં એક મેચ રમાશે.

દિવસની પ્રથમ મેચ જાપાન અને કોસ્ટા રિકા વચ્ચે રમાશે. તો બીજી મેચ બ્લેજિયમની ટીમ મોરક્કો સામનો કરશે. ગત્ત વર્ષની ફાઈનલ મેચ રમનારી ક્રોઓશિયાની ટીમ કેનેડાનો સામનો કરશે. તો દિવસની છેલ્લી મેચ અને સૌથી મહત્વની મેચ સ્પેન અને જર્મની વચ્ચે થશે. જેના માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે.

FIFA વર્લ્ડ કપ 2022માં બુધવારે કોની વચ્ચે મેચો રમાશે?

ફીફા વર્લ્ડ કપમાં બુધવારે 4 મેચ રમાશે. પ્રથમ મેચ જાપાન અને કોસ્ટા રિકા વચ્ચે રમાશે. બીજી મેચ મોરોક્કો અને બેલ્જિયમમાં રમાશે. લુકા મોડ્રિકની કપ્તાનીમાં ક્રોએશિયા કેનેડા સામે મેદાનમાં ઉતરશે. જ્યારે છેલ્લી મેચ મોડી રાત્રે સ્પેન અને જર્મની વચ્ચે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે રમાશે?

દિવસની પ્રથમ ત્રણ મેચ ભારતીય સમય અનુસાર 27 નવેમ્બરે રમાશે. અને સ્પેન અને જર્મની મેચ 28 નવેમ્બરથી શરૂ થશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે શરૂ થશે?

ભારતીય સમય અનુસાર, જાપાન અને કોસ્ટા રિકા વચ્ચેની મેચ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. આ પછી, બીજી મેચ બપોરે 3.30 વાગ્યે રમાશે, જે મોરોક્કો અને બેલ્જિયમ વચ્ચે રમાશે. ક્રોએશિયા અને કેનેડાની ટીમ રાત્રે 9.30 વાગ્યે મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચ રાત્રે 12:30 થી યોજાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ફીફા વર્લ્ડ કપમાં બુધવારે રમાયેલી ચાર મેચોનું જીવંત પ્રસારણ Sports18 અને Sports18 HD પર થશે.

 

administrator
R For You Admin