ગુજરાત

ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોની માટે કર્યો પ્રચાર ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠક પર ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. સભામા ડો. જય નારાયણ વ્યાસની ઉપસ્થિતિને લઇ નવા જૂનીના એંધાણ છે. ફરી એકવાર ડો. જય નારાયણ વ્યાસ કોગ્રેસમાં જોડાઈ શકે છે તેવા અનુમાન સામે આવ્યા  છે. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.

સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે છે જંગ

સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ

કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો
પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

હું ભાજપમાં ક્યારેય નહીં જાવ અને જાવ ને તો મારી માનું ધાવણ લાજે’ 

ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ. વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી-ઉપલેટા બેઠક પર ભાજપના ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, કોંગ્રસને લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા વચ્ચે જંગ છે.

administrator
R For You Admin