બોલિવૂડ

શું પ્રભાસ સાથે કૃતિ સેનન રિલેશનશિપમાં છે? વરુણ ધવને આપી હિંટ

પ્રભાસ અને કૃતિ સેનન રિલેશનશિપમાં હોવાની અફવાઓ વચ્ચે વરુણ ધવને તેમની તરફ એક હિંટ આપી છે. વરુણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભેડિયા’ માટે ચર્ચામાં છે. 25 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે વરુણ અને કૃતિ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરુણ કૃતિને પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાનો ઈશારો કરી રહ્યો છે. આ વીડિયો ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’નો છે.  જ્યાં વરુણ અને કૃતિ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. વરુણે કૃતિ વિશે કંઈક એવું કહ્યું કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે.

કૃતિનું નામ કોઈના દિલમાં છે: વરુણ

આ વીડિયોમાં શોના હોસ્ટ કરણ જોહર વરુણ ધવનને પૂછે છે કે આમાં કૃતિનું નામ કેમ નથી? જે બાદ તરત જ કૃતિ પૂછે છે કે હા હું એ જ પૂછી રહી હતી કે આમાં મારુ નામ કેમ નથી. તેના જવાબમાં વરુણે તરત જ જવાબ આપ્યો કે કૃતિનું નામ કોઈના દિલમાં છે. કરણ વધુમાં પૂછે છે કે કોના દિલમાં? જેના જવાબમાં વરુણ કહે છે જે મુંબઈમાં નથી તે હાલમાં દિપીકા સાથે શૂટિંગ પર છે.વરુણ આટલું બોલ્યા પછી કૃતિ સેનન સામે જુએ છે અને બંને હસી પડે છે.

પ્રભાસ તરફ ઈશારો હતો

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યારે આ વીડિયો શેર કરતી વખતે ફેન્સ લખી રહ્યા છે કે વરુણનો ઈશારો પ્રભાસ તરફ છે. પ્રભાસ અને કૃતિ લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાને કારણે હેડલાઇન્સમાં છે. હાલમાં જ કૃતિનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે પ્રભાસને ડાર્લિંગ કહ્યો હતો.

જોકે હવે બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહીં? આ વિશે બંને જ કહી શકે છે. હાલમાં બંનેમાંથી કોઈ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે, બંને વર્ષ 2023માં આવનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં સાથે જોવા મળવાના છે.

administrator
R For You Admin