ગુજરાત

ચૂંટણી ટાણે કોંગ્રસની વધી શકે છે મુશ્કેલી, ઈન્દ્રનીલ બાદ ગ્યાસુદ્દીન શેખ સામે નોંધાઈ ફરિયાદ

ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી. એટલું જ નહીં મતદાન ઓછું થાય તેવા ઈરાદા સાથે સમય સવારે 8 થી સાંજે 6 કલાક સુધી દર્શાવ્યો જે નિયમ વિરુદ્ધ છે.

કોંગ્રેસ ના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની મુશ્કેલી વધી શકે છે, કેમ કે મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી. એટલું જ નહીં મતદાન ઓછું થાય તેવા ઈરાદા સાથે સમય સવારે 8 થી સાંજે 6 કલાક સુધી દર્શાવ્યો જે નિયમ વિરુદ્ધ છે. કાર્યકરો દ્વારા નિયમની જાણકારી વિના શરતચુકથી છપાવી હોવાનો ગ્યાસુદ્દીન શેખે હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો, પરંતુ મદદનીશ ચૂંટણી અધિકારીએ તેને ધ્યાનમાં નથી લીધો. માધવપુરા પોલીસે ગ્યાસુદ્દીન શેખ, ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક પ્રકાશક સામે તપાસ શરૂ કરી છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી

ગુજરાત ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓનો બફાટ પણ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

administrator
R For You Admin