દેશ-વિદેશ

20 વર્ષ મોટા બૉસના પ્રેમમાં પાગલ થઈ યુવતી, લગ્ન બાદ કહ્યું- રાણીની જેમ રાખે છે મારો પતિ

એક છોકરીએ પોતાનાથી 20 ઉંમરના મોટા બોસ સાથે પ્રેમ કર્યો, ત્યાર બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા. ત્યારે છોકરી 24 વર્ષની હતી, તેને 44 વર્ષના શખ્સે પોતાના ઘરમાં કામ માટે હાયર કરી હતી. પણ બાદમાં બેને એકબીજાને ડેટ કરવા લાગ્યા. ઉંમરમાં મોટો તફાવત હોવાના કારણે આ કપલ હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય રહેતા.

ક્રિસ્ટલ થોડો સમય બહાર રહ્યા બાદ ન્યૂયોર્ક પાછી શિફ્ટ થઈ ગઈ હતી. ત્યારે તેણે નૈનીના જોબની એક જાહેરાત જોઈ હતી અને તેના માટે અપ્લાઈ કરી દીધું હતું. જોબ પાક્કી થતાં બેન, ક્રિસ્ટલનો બોસ બની ગયો, આ બંને વચ્ચે ઉંમરમાં 20 વર્ષનો તફાવત હતો.

જો કે, ઉંમરમાં આટલી મોટો તફાવત હોવા છતાં પણ પોતાની લાઈફ શાનદાર ગણાવી હતી. ક્રિસ્ટલ સાવકા બાળકા સાથે ખૂબ જ સારી રીતે હળીમળી ગઈ છે. તેમના સાવકા બાળકો તો ખૂબ જ નાના છે.

ટિકટોક પર એક વીડિયો જાહેર કરીને ક્રિસ્ટલે ખુદ જણાવ્યું છે કે, તેણે પાર્ટ ટાઈમ નૈનીના કામ માટે હાયર કરી હતી, પણ હવે હું તેમની ફુલ ટાઈમ વાઈફ બની ગઈ છું. હવે ક્રિસ્ટલ 30 વર્ષથી થઈ ચુકી છે. અને પતિ બેન 50 વર્ષનો થઈ ગયો છે.

ક્રિસ્ટલે આ વાતનો ખુલાસો કર્યો કે, લોકો તેમને પાગલ સમજે છે, કારણ કે તેણે પોતાનાથી 20 વર્ષ મોટા બોસને ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ નેગેટિવ બોલનારા લોકોથી હવે આ કપલને કોઈ ફરત પડતો નથી. બંને ખુશીથી રહે છે.

રિલેશનશિપ વિશે વાત કરતા ક્રિસ્ટલે કહ્યું કે, આજે રાતે અમે લોકો લગ્નની પાંચમી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ, તેમના 3 બાળકો અને મારા 11 વર્ષના બાળક સાથે અમે લોકો 7 વર્ષથી રહીએ છીએ.

તો વળી એક વીડિયોમાં ક્રિસ્ટલે કહ્યું કે, આપ એટલા સ્માર્ટ છો, કે આપ ઉંમરલાયક શખ્સ સાથે લગ્ન કરો છે, કેમ કે આપની ઈચ્છાઓનું ધ્યાન રાખે છે અને આપને રાનીની માફક ટ્રીટ કરે છે. આપે ખૂબ જ પહેલા સમજી લીધું હતું કે, આપની ઉંમરના છોકરા મેચ્યોર થતા નથી.

administrator
R For You Admin