ભારતની અનુભવી એથ્લેટ પીટી ઉષા (PT Usha)ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની પ્રથમ મહિલા પ્રમુખ છે. IOA પ્રમુખ પદ માટે તે એકમાત્ર દાવેદાર હતી.કિરેન રિજિજુએ ભારતીય સ્ટારને અધ્યક્ષ તરીકે પસંદગી થતા શુભકામના પાઠવી હતી. ભારતની દિગ્ગજ એથ્લેટ 58 વર્ષની પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક સંધની નવી બોસ બની ગઈ છે. તેમને IOAના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે તેણે ઈતિહાસ રચ્યો છે
પીટી ઉષા આઈઓએની પ્રથમ મહિલા અધ્યક્ષ છે. IOA અધ્યક્ષ પદની તે એક માત્ર દાવેદાર હતી. આ સાથે તે મહારાજા યાદવિંદર સિંહ બાદ આ પદની જવાબદારી સંભાળનારી પ્રથમ મહિલા ખેલાડી છે. યાદવિંદર 1938માં અધ્યક્ષ બન્યા હતા
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ભારતીય સ્ટારને અધ્યક્ષ તરીકે પસંદગી થતા શુભકામના પાઠવતા કહ્યું કે, હું મારા દેશના તમામ સ્પોર્ટસ હિરોને પણ આઈઓએ પદધિકારી બનવા પર શુભકામના પાઠવું છું
પીટી ઉષા 1984માં 400 મીટરની રેસમાં ફાઈનલમાં ચોથા સ્થાન પર રહી હતી.તેમને આ વર્ષે જુલાઈમાં રાજ્યસભા માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.
પીટી ઉષાએ થોડા દિવસ પહેલાજ નામાંકન ભર્યું હતુ. તેમની સાથે તેમણે તેની ટીમના 14 અન્ય લોકોએ પણ અલગ અલગ પદો માટે નામાંકન ભર્યું હતુ