Gautam Adani આ લિસ્ટમાં ટોપ પોઝિશન પર છે. તેના બાદ Mukesh Ambani નું નામ છે. ફોબ્સના આંકડા રજુ કરે છે કે યાદીના 10 ધનાઢ્ય લોકોની કુલ સંપતિમાં 385 અબજ ડોલર રહી. આવો જાણીએ કોણ કોણ છે આ રીચ લીસ્ટમાં સામેલ
ફોબ્સે ભારતના 100 અમીર લોકોની 2022ની યાદી જાહેર કરી છે. લિસ્ટમાં આપેલી માહિતી અનુસાર ભારતમાં ધનાઢ્ય લોકોની સંખ્યામાં વધારો થયો છે. અને બીજી બાબત એ પણ છે કે ભારતના જાણીતા 100 ધનાઢ્ય લોકોની સંપતિમાં વધારો થયો છે. આ 100 લોકોની સંયુક્ત સંપતિ 25 અબજ ડોલરથી વધીને 800 અબજ ડોલર થવા પામી છે. શેરબજારમાં પાછલા વર્ષની તુલનામાં વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ધનાઢ્ય લોકોની સંપતિ વધી છે. રૂપિયો ભલે 10 ટકા નબળો પડ્યો પરંતુ, અબજોપતિ અદાણી તો ટોપ પોઝીશન પર જ રહ્યા તેના પછી મુકેશ અંબાણીનું નામ આવે છે. આપણે ફોબ્સની વાત કરીએ તો ટોપના 10 સૌથી અમીર લોકો કુલ સંપતિ 385 અબજ ડોલર છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં કુલ સંપતિ 150 અબજ ડોલર છે, આમાં પણ મહિલાઓની વાત કરીએ તો અમીર મહિલાઓની કુલ સંપતિ 16.4 અરબ ડોલર છે, અને આ રીચ લીસ્ટમાં 9 મહિલાઓ સામેલ છે.
ગૌતમ અદાણી : અદાણી ગ્રુપના અધ્યક્ષની કુલ સંપતિની વાત કરીએ તો 1,211,460.11 કરોડ રૂપિયા છે. કોરોના કાળમાં ભલભલા લોકોની સંપતિમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે અદાણીએ આ સમયગાળા દરમિયાન પોતાની સંપતિમાં વધારો કર્યો છે. અદાણીએ 2021માં પોતાની સંપતિ ત્રણ ગણી વધારી છે અને 2022માં પહેલી વાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
મુકેશ અંબાણી : અંબણીએ વર્ષોથી ભારતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. એવામાં Reliance Industries Ltd.ના O2C, ટેલીકોમ અને ન્યુ એનર્જી ગ્રુપના અધ્યક્ષ અને ડાયરેક્ટરની કુલ સંપતિ 710,723.26 કરોડ રૂપિયા છે. જોકે અદાણીએ અંબાણીને ઝાંટકો આપ્યો છે, જેના કારણે અંબણી 2013 પછી પહેલીવાર રેન્કિંગ 2 નંબર પર પહોંચી છે.
રાધાકિશન દામાણી : લોકપ્રિય સુપરમાર્કેટ DMart ચેનના માલિક રાધાકિશન દામાણીની કુલ સંપતિ 222,908.66 કરોડ રૂપિયા છે. દામાણી 2002 માં એક રિટેલ સ્ટોર સાથે રિટેલ બિઝનેસમાં પ્રેવેશ્યા હતા અને આજે ભારતમાં 271 ડીમાર્ટ સ્ટોર છે
સાયરસ પૂનાવાલાઃ દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલા પાસે કુલ કુલ સંપતિ રૂપિયા 173,642.62 કરોડ છે. SII એ કોવિડ-19 માટે રસી બનાવવા માટે ઘણી ભાગીદારી કરી છે. પૂનાવાલાની મિલકતમાં સ્ટડ ફાર્મનો પણ સમાવેશ થાય છે.
શિવ નાદર : એચસીએલ ટેક્નોલોજીના ચેરમેનની સંપતિની વાત કરીએ તો તેમની કુલ સંપતિ 172,834.97 કરોડ રૂપિયા છે. શિવ નાદર ભારતીય આઇટી સેક્ટરના દિગ્ગજો માંથી એક છે. સારી બાબત એ છે કે તમેણે એજ્યુકેશમાં 662 મિલિયન ડોલરનું દાન કર્યુ છે.
દિલીપ સંઘવી: તેઓ સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક છે અને તેમની કુલ સંપત્તિ રૂ. 125,184.21 કરોડ છે.
હિન્દુજા બ્રધર્સઃ હિન્દુજા ગ્રુપની શરૂઆત 1914માં પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા કરવામાં આવી હતી. આજે, ચાર ભાઈ-બહેનો, શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક, બહુરાષ્ટ્રીય સમૂહને નિયંત્રિત કરે છે અને તેમની કુલ સંપત્તિ રૂ. 122,761.29 કરોડ છે.
કુમાર બિરલાઃ ટેક્સટાઈલ-ટુ-સિમેન્ટ ગ્રુપના ચેરમેન આદિત્ય બિરલા ગ્રુપની કુલ સંપત્તિ રૂપિયા 121,146.01 કરોડ છે.
બજાજ પરિવારઃ પરિવાર પાસે બજાજ ગ્રુપ હેઠળ 40 કંપનીઓનું નેટવર્ક છે. 96 વર્ષ જૂના પરિવારની આગેવાની હેઠળનો બિઝનેસ જમનાલાલ બજાજે 1926માં મુંબઈમાં શરૂ કર્યો હતો. રૂપિયા 117,915.45 કરોડની કુલ સંપત્તિ સાથે, કુટુંબની મુખ્ય બજાજ ઓટો વિશ્વની ચોથી સૌથી મોટી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક તરીકે સ્થાન મેળવેલું છે.
ફોર્બ્સ અનુસાર, આ વર્ષે ધનાઢ્યની યાદીમાં 9 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાંથી ત્રણ કંપનીના IPO પણ આવ્યા છે. ફાલ્ગુની નાયર એક ભૂતપૂર્વ બેંકર છે જેણે તેની સુંદરતા અને ફેશન રિટેલર Nykaaનો IPO પણ રજૂ કર્યો હતો, જે આ યાદીમાં 44મા ક્રમે છે. એથનિક ક્લોથ નિર્માતા રવિ મોદી 50માં સ્થાને છે અને પગરખા બનાવનાર રફીક મલિક, જેમણે ગયા ડિસેમ્બરમાં મેટ્રો બ્રાન્ડ્સને માર્કેટમાં લિસ્ટ કર્યું હતું તે 89માં સ્થાને છે