જીવનશૈલી

તમારી આ ખરાબ આદતોને કારણે શરીરનું વજન વધી શકે છે, આ આદતોને તુરત જ છોડી દો

આજકાલ અનેક લોકોમાં વજન વધવાની સમસ્યા ઉદભવે છે. ત્યારે વહેલી સવારથી સાંજ સુધી તમે કેટલીક ખરાબ આદતો ધરાવો છો. જેને કારણે શરીર વધવાની સમસ્યા ઉદભવે છે. ત્યારે આવી ખરાબ આદતો વિશે અમે તમને માહિતીગાર કરવા જઇ રહ્યા છીએ. જેને તમારે ત્યજી દેવી જોઇએ. આજની દોડધામભરી જીવનશૈલીને કારણે માનવી પુરતો આરામ કરી શકતો નથી. આ સિવાય માનવી નોકરીની પળોજણ અને ધંધાકીય હરિફાઇઓને કારણે માનસિક તાણ અનુભવે છે. અને, ભાગદોડના સમયમાં માનવી સમયસર ખોરાક અને આરામ કરવાનું વિસરી જાય છે. જેને લઇને શરીરમાં ધીમેધીમે અનેક રોગો પગપેસારો કરે છે. આવો જ એક રોગ એટલે મેદસ્વીતા છે

આજકાલ બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે અનેક વ્યક્તિઓ વધારે વજનની સમસ્યાથી પરેશાન છે. સૌથી વધારે વ્યક્તિની સવારની જીવનશૈલી મન અને હેલ્થ પર અસર કરતી હોય છે. અનેક લોકો દિવસની શરૂઆત અસ્વસ્થ અથવા વધારે પડતા તેલવાળા આહાર અને ખોટી રીતે કરતા હોય છે.

તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તમારે સવારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. આ માત્ર તમને સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરશે નહીં પણ તમારા દિવસને ઉત્પાદક પણ બનાવશે. ચાલો જાણીએ સવારની કઈ ખરાબ આદતો છે જેને આપણે તરત જ છોડી દેવી જોઈએ.

મોડે સુધી સુતા રહેવાની ખરાબ આદત

પૂરતી ઊંઘ લેવી તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત છે. પરંતુ, અનેક લોકો મોડા સુવાની સાથે જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં ઉંઘ લેતા હોય છે. વધારે ઉંઘ લેવાને કારણે પણ શરીરનું વજન વધી શકે છે. જો તમે રાત્રે મોડે સૂવો છો, તો તમે નાસ્તો પણ મોડો કરતા હોવ છો. તેનાથી તમારા મેટાબોલિઝમ પર ખરાબ અસર કરે છે. આ કારણે તમારા શરીરમાં મેટાબોલિઝમ ધીમી ગતિએ કામ કરતું હોયું છે. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

ઓછું પાણી પીવાની આદત

તબીબો હંમેશા વહેલી સવારે ઉઠીને પુરતું પાણી પીવાની સલાહ આપતા હોય છે. વહેલી સવારે પાણી ન પીવાના કારણે તમે ડિ-હાઇડ્રેટ બની રહેશો. આ કારણે તમારું મેટાબોલિઝમ પણ ધીમી ગતિએ કામ કરતું હોય છે. આ કારણે તમારું શરીર ઓછી કેલરી બર્ન કરતું હોય છે. જેના કારણે તમારા શરીરની સ્થૂળતામાં વધારો કરે છે. સવારે ઉઠીને પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

સવારના નાસ્તામાં યોગ્ય ખોરાક ન લેવો

ઘણા લોકો દિવસની શરૂઆત બિનઆરોગ્યપ્રદ ખોરાકથી કરે છે. વધુ મીઠું અથવા ચરબીયુક્ત ખોરાક ખાવાથી વજન વધી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આહારમાં ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. આ તમને ઝડપી વજન ઘટાડવામાં મદદ કરશે. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

જમતી વખતે ટીવી જોવું

ઘણા લોકો સવારે નાસ્તો કરતી વખતે ટીવી જુએ છે. ટીવી જોતી વખતે તમે વધુ ખાઇ લેતા હોવ છો. તેનાથી તમારું વજન વધી શકે છે. ખોરાક ધીમે ધીમે અને ચાવીનો ખાવો જોઇએ.

ચામાં વધુ ખાંડ

તમારી સવારની ચામાં વધુ ખાંડ અને ક્રીમ ઉમેરવાનું ટાળો. કોફી અને ચામાં ખાંડ ઉમેરવાથી વજન વધી શકે છે. ફેટ ક્રીમનો ઉપયોગ કરવાનું પણ ટાળો.

કસરત

તમારા સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આ તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે.

administrator
R For You Admin