મનોરંજન

પ્રેમની નવી શરુઆત શરૂ થઈ, ટીનાએ શાલીનને કહ્યું I Love You જુઓ

બિગ બોસ 16ના ઘરમાં ટીના દત્તા અને શાલીન ભનોટનો પ્રેમ હવે જાહેર થઈ ગયો છે. આખરે ટીનાએ શાલીન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.બિગ બોસ 16માં દર્શકો વચ્ચે શાલીન અને ટીનાની મિત્રતા ખુબ ફેમસ છે  બિગ બોસ સીઝન 16માં દરરોજ પ્રેમ અને ઝગડાઓ જોવા મળતા હોય છે. બિગ બોસ ઘર જોડીઓ બનાવવા અને બગાડવા માટે ફેમસ છે. અહિ એવી કેટલીક જોડીઓ બને છે અને કેટલાક મજબુત સંબંધ પણ તુટી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ બિગ બોસનું ઘર છે. પરંતુ હાલમાં ઘરમાં એક નવી જોડી પ્રેમના પાટ્ટા પર ચઢતી જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસ 16ના નવા કપલ શાલીન ભનોટ અને ટીના દત્તાની. બંન્ને વચ્ચે પ્રેમના સંબંઘ જોવા મળી રહ્યા છે. જ્યારે શાલીન ભનોટે ટીના દત્તાને પુછ્યું કે, તે તેને લાઈક કરે છે. તો ટીનાએ શાલીનના કાનમાં ધીરે થી કહ્યું I Love You કહેવામાં મોડું કર્યું નથી.

બિગ બોસ 16માં શાલીન ભનોટ અને ટીના દત્તા છવાયા

હવે બિગ બોસ 16માં દર્શકો વચ્ચે શાલીન અને ટીનાની મિત્રતા ખુબ ફેમસ છે. શાલીન ટીનાને પુછે છે કે, તું મને લાઈક કરે છો ટીનાનો શાલીન માટે પ્રેમ ખીલે છે. તે શાલીનને ગળે લગાવે છે અને તેના કાનમાં હળવેથી આઈ લવ યુ કહેતા અચકાતી નથી. આ પછી શાલિન ભનોટ કહે છે કે હું તમારા માટે આ ઘરને સ્વર્ગ બનાવીશ.

બિગ બોસ 16 ક્યારેક પ્રેમ તો ક્યારેક ઝઘડો

શાલીન અને ટીનાનો સંબંધ એવો છે કે બંને એકબીજાને પ્રેમ કરે છે અને ઝઘડવામાં પાછળ પડતા નથી. 59મા દિવસે, શાલીને ફરી એકવાર ઘરમાં ટીનાની મજાક ઉડાવી, જેનાથી ટીના ચિડાઈ ગઈ. જ્યારે ટીના માટે ઘરના બધા છોકરાઓને શાલીન કહે છે સાંભળો બધા ટીનાથી દૂર રહો. આના પર સૌંદર્યા ઘરની અંદરથી બહાર આવે છે અને મજાક કરવા લાગે છે. ટીના પણ મજાકમાં શાલીનને ભાઈ કહે છે અને કહે છે કે તે રાખડી બાંધશે. આ સાંભળીને જ શાલીન ખૂબ જ ચિડાઈ જાય છે.

શું શાલીનને ટીના દત્તા માટે કોઈ ફીલિંગ છે

ગુસ્સામાં શાલીન ટીના પાસે જાય છે અને કહે છે. હું અહિ છોકરીઓ પટાવવાનો પ્રયત્ન કરતો નથી. હું તારા પ્રેમમાં પાગલ છું એવું નથી. શાલીન ટીનાને કહે છે. મારા મનમાં તારા માટે ફિલિંગ કે પછી પ્રેમ નથી,ટીના મને તારામાં બિલકુલ રસ નથી. આ સાંભળીને ટીના કહે છે કે તું મને હેરાન કરે છે.

administrator
R For You Admin