આજના સમયમાં સોશિયલ મીડિયા ચોક્કસપણે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો આખી દુનિયાને પોતાની પ્રતિભા બતાવી શકે છે અને જો લોકોને તે પસંદ આવે તો તેઓ રાતો-રાત ફેમસ થઈ જાય છે. લોકોને ડાન્સ કરવાનું એવું ભૂત છે કે તે રિલ્સ બનાવતા જ રહે છે. કદાચ આ જ કારણ છે કે આજકાલ લોકો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. તમને ગીતો સાંભળવાનું ચોક્કસ ગમશે, પરંતુ આજકાલ વિદેશીઓમાં પણ ભારતીય ગીતોનો ઘણો ક્રેઝ છે. કોરિયા હોય કે આફ્રિકા, આજકાલ લોકો બોલિવૂડના ગીતો પર ખૂબ ડાન્સ કરતા જોવા મળે છે. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમને ચોક્કસ ગમશે.
આ વાયરલ વીડિયો એક ભારતીય અને કોરિયન છોકરીઓનો છે, જેણે મોહમ્મદ રફીએ ગાયેલા ગીત ‘જાને કહાં મેરા જીગર ગયા જી’ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે કોરિયન યુવતીએ ભારતનો ટ્રેડિશનલ ડ્રેસ સાડી પહેર્યો છે અને ભારતીય છોકરીએ કોરિયાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. ગીત પર બંને યુવતીઓનું ક્યૂટ પર્ફોર્મન્સ જોવા જેવું છે અને તેમાં પણ કોરિયન યુવતીએ અદભૂત એક્સપ્રેશન આપ્યું છે. એટલું જ નહીં, તે ગીત પર લિપ સિંક કરતી પણ જોવા મળે છે. કોરિયન અને ભારતીય યુવતીઓના આ અદ્ભુત મિક્ષણ પર્ફોર્મન્સને લોકો પસંદ કરી રહ્યા છે
આ શાનદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર korean.g1 નામની આઈડી વડે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 5 લાખથી વધારે જોવામાં આવ્યો છે. 32 હજારથી વધારે લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.
લોકો આ વીડિયોને જોઈને અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિ કહી રહી છે કે, આ તો સાચે જ રમૂજી છે. તો બીજો વ્યક્તિ કહી રહ્યો છે કે, ભારતને આટલો પ્રેમ આપવા માટે આભાર. કોરિયન છોકરીને સાડીમાં જોઈને લોકો તેના પણ વખાણ કરતાં થાકતાં નથી. અને યુઝર્સ આ ડાન્સ વીડિયોને સુંદર ગણાવી રહ્યા છે.