ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા ગઈ છે. રાવલપિંડીમાં ગુરુવારથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડના 14 ખેલાડીઓ વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે
પાકિસ્તાનના પ્રવાસ પર પહોંચેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વાઈરસની ઝપેટમાં આવી છે. રાવલપિંડી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડના 14 ખેલાડીની તબિયત ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ મુજબ બેન સ્ટોક્સ, લિયમ લિવિંગ્સટન, મોઈન અલી જેવા ખેલાડીઓની અચાનક તબિયત લથડી ગઈ છે અને તે મેચ રમવાની હાલતમાં નથી. ઈંગ્લેન્ડના માત્ર 5 ખેલાડીઓ એવા છે જેની તબિયત સારી છે. જેમાં હૈરી બ્રુક, જૈક ક્રાઉલી, કીટૉન જેનિગ્સ, ઓલી પોપ અને જો રુટ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, મંગળવારના રોજ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી અને તેમાંથી 7 ખેલાડીઓ બિમાર થયા છે. પ્લેઈંગ ઈલેવનમાંથી બેન ડકેટ, બેન સ્ટોક્સ, લિયમ લિવિંગસ્ટન, બેન ,ઓલી રોબિનસન, જૈક લીચ અને જેમ્સ એન્ડરસનની તબિયત ખરાબ થઈ ગઈ છે.
શું રાવલપિંડીમાં ટેસ્ટ રમાશે ?
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા પહોંચી છે. ગુરુવારથી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ રમવા જશે પરંતુ તે પહેલા જ ઈંગ્લેન્ડના ખેલાડીઓની સાથે આ ઘટના બની છે. જેનાથી રમવા પર ખતરો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝનું શેડ્યૂલ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાશે.
- બીજી ટેસ્ટ 9 ડિસેમ્બરથી મુલતાનમાં રમાશે.
- ત્રીજી ટેસ્ટ 17 ડિસેમ્બરથી કરાચીમાં રમાશે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓને પાકિસ્તાનના ભોજનની સમસ્યા છે?
ઈંગ્લેન્ડના ખેલાડી ક્યાં કારણોસર વાઈરસની ઝપેટમાં આવ્યા છે. આ વાતની અત્યારસુધી જાણ થઈ નથી પરંતુ જ્યારે આ ટી20 સિરીઝ રમવા આવી તો તે દરમિયાન પણ કેટલાક ખેલાડીઓની તબિયત ખરાબ થઈ હતી. મોઈન અલીએ તો પાકિસ્તાનના ભોજનને પણ ખરાબ ગણાવ્યું છે. આ જ કારણ છે કે, ઈંગ્લેન્ડની ટેસ્ટ સ્ક્વોડ પોતાના શેફની સાથે પકિસ્તાન પહોંચી છે પરંતુ તેમ છતાં ખેલાડીઓની તબિયત બગડી ગઈ છે.