ગુજરાત

ગુજરાતમાં દારૂબંધી છતાં આ જિલ્લામાં મતદાન-ગણતરીનાં દિવસને કેમ જાહેર કરવો પડ્યો ‘ડ્રાય ડે’

ગુજરાતમાં દારૂબંધી છે તો પણ દાહોદનાં કલેક્ટરે ચૂંટણી પહેલા વિચિત્ર ‘ડ્રાય ડે’નું જાહેરનામું જાહેર કર્યું છે. દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશની હદને અડીને આવેલું છે. કલેકટર ડૉ.હર્ષિત ગોસાવીએ જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે ત્રીજી ડિસેમ્બરનાં સાજે પાંચ વાગ્યાથી પાંચમી ડિસેમ્બરનાં રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી તથા મતગણતરીનાં દિવસે આખો દિવસ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.

દાહોદના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, આગામી તા.3 ડિસેમ્બરનાં રોજ સાંજના 5 વાગ્યેથી તા. 5 ડિસેમ્બરના સાંજના 5 વાગ્યા સુધી એટલે કે મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પૂરા થાય તે રીતે 48 કલાકનો સમય સુધી ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તેમજ મતગણતરીના રોજ તા. 8 ડિસેમ્બરના રોજ સંપૂર્ણ દિવસને ડ્રાય ડે દિવસ તરીકે જાહેર કરાયો છે.આ જાહેરનામામાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે, દાહોદ જિલ્લાની સરહદો મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર તથા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાને અડીને આવેલી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દારૂબંધી નથી. જેથી રાજ્યમાં મતદાનના 48 કલાક પહેલાં દાહોદની સીમાથી ત્રણ કિમી દૂર આવેલી દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે.

આ સરહદો ઉપરથી જિલ્લાના વિધાનસભા મતવિભાગમાં દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ના થાય તથા દારૂનું સેવન કરી મતદાનમાં કાંઇ અસર ન થાય તથા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પગલાં ભરવા જરૂરી હોય છે.

administrator
R For You Admin