બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેનો પ્રચાર તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરશે અને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. ગત રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે અને રાજ્યમાં કુલ 62.89 ટકા મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેનો પ્રચાર તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરશે અને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે તેની સાથે સાથે સ્મૃતિ ઇરાની , પરષોતમ રૂપાલા જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.
પ્રચાર માટે દિગ્ગજ નેતાઓના આજે મહેસાણામાં ધામા
- ભાજપના દિગ્ગજ નેતાઓ ઘમરોળશે મહેસાણા
- મહેસાણાના નુગર ગામમાં ગૃહ મંત્રી અમિત શાહની સભા, બપોરે 2:30 વાગ્યે વિજાપુરમાં પણ અમિત શાહ કરશે સભા
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કડીમાં કરશે રોડ શૉ
- રાત્રે 8 વાગ્યે મહેસાણામાં પરશોત્તમ રૂપાલાની સભા
- મહેસાણાના ગોઝારિયામાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા
5 ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી યોજાશે
રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.