બિગ બોસ 16માં સ્પર્ધકોના સંબંધોમાં તિરાડ દિવસેને દિવસે વધી રહી છે. બિગ બોસના ખુલાસાઓ પણ પરિવારના સભ્યો પર ભારે પડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર પ્રિયંકા અને અંકિત વચ્ચે અણબનાવ સર્જાયો છે. બિગ બોસનો વીકએન્ડ કા વાર આવી ચુક્યો છે. જેમાં સલમાન ખાન ઘરના સભ્યોનો ક્લાસ લગાવે છે. આજે વીકએન્ડ કા વાર છે. આજે સલમાન ખાન કન્ટેસ્ટન્ટને આખા અઠવાડિયાની વાતચીત કરે છે. પરંતુ આ પહેલા શોના મેકર્સે તમામ માટે એક ટ્વિસ્ટ લઈને આવ્યા છે. મેકર્સે શોનો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બિગ બોસના એક ખુલાસા બાદ ફરી એકવાર અંકિત અને પ્રિયંકા વચ્ચે તિરાડ જોવા મળી છે.બિગ બોસે પરિવારને એક તક આપી છે જેમાં તે ગુમાવેલા 25 લાખ રુપિયા પરત લઈ શકે છે. જેમાં સમય સમય પર તેને એક ટાસ્ક આપવામાં આવી રહ્યો છે આ ટાસ્ક દરમિયાન બિગ બોસ પ્રિયંકાને એક સ્પર્ધક બોલેલી વાત દેખાડે છે. જેમાં તેને ઓળખવાનું હોય છે કે, કોણ બોલે છે. જેવી રીતે પ્રિયંકા એ લાઈનને રીડ કરે છે. તે તરત સમજી જાય છે કે, આ અંકિતે કહ્યું છે તે બિલકુલ સાચી હોય છે.
અંકિતના ચેહરા પર માટ્ટીનું પાણી ફેંકે છે
તમને જણાવી દઈએ કે, અંકિતે સૌંદર્યાને પ્રિયંકાને લઈ રહ્યું હતુ કે, ગેમ સિવાય બીજી કોઈ વાત કરતી જ નથી. હું તો યાર કાંઈ બોલી પણ શકતો નથી હું બોલું તો કહે છે કે મને ન જણાવો. આ વાંચ્યા બાદ પ્રિયંકા ખુબ દુખી થાય છે અને આપેલા ટાસ્ક મુજબ અંકિતના ચેહરા પર માટ્ટીનું પાણી ફેંકે છે. પ્રોમોમાં આગળ જોઈ શકાય છે કે, પ્રિયંકા બાથરુમમાં જઈ અંકિત સામે લડે છે અને કહે છે તુ સારી રીતે જાણે છે કે, મારો સ્વભાવ ગેમ રમવાનો નથી તેમ છતાં તુ શું ઈચ્છે છે.
આ વીડિયો જોયા બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે, એક દિવસ પહેલા બંન્ને વચ્ચેના ઝગડા પૂર્ણ થયા હતા. આ વખતનો ઝગડો આટલો સરળતાથી પૂર્ણ થવાનો નથી. એક ખુલાસા બાદ બંન્ને વચ્ચે તિરાડો જોવા મળે છે. હવે જોવાનું એ છે કે, શું અંકિત પ્રિંયકાને મનાવવામાં સફળ થશે કે કેમ