દેશ-વિદેશ

G7 દેશોએ કેમ રશિયન ક્રુડ ઓઇલની કિંમત નક્કી કરી ? રશિયાની આવક ઘટશે ?

રશિયા-યુક્રેન યુદ્ધને લઇને યુરોપિયન દેશોએ રશિયન તેલની (oil) આવક નક્કી કરી છે. જેના કારણે રશિયાની આવકમાં ઘટાડો થવાની ખેવના સેવવામાં આવી છે. જેથી રશિયાનું યુક્રેનના યુદ્ધ દરમિયાન વપરાતું ભંડોળ નિયંત્રિત કરી શકાય  યુરોપિયન યુનિયનમાં (EU) અસ્થાયી રૂપે રશિયન ક્રુડ ઓઇલની કિંમત $ 60 પ્રતિ બેરલ નક્કી કરવા માટે સહમત બન્યા છે. પશ્ચિમિ દેશોનો આ પ્રતિબંધોનો ઉદ્દેશ્ય વૈશ્વિક તેલ બજારની પુનઃરચના માટે ભાવમાં વધારો અટકાવવાનો છે. આ સાથે રશિયન પ્રમુખ પુતિનને ભંડોળથી વંચિત રાખવાનો પણ ઉદેશ્ય છે. આવું કરવાથી ભંડોળનો ઉપયોગ યુક્રેનમાં યુદ્ધનાં ન થઇ શકે. હાલની પરિસ્થિતિમાં યુરોપિયન યુનિયનનું આ પગલું ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહેશે. આ સાથે ઇયુના (યુરોપિયન યુનિયનના) પ્રમુખે એક નિવેદનમાં કહ્યું છે કે, રશિયન તેલની કિંમત નક્કી કરવા માટે હમણાં જ એક કરાર પર પહોંચ્યા છીએ

જોકે, અહીં નોંધનીય છેકે આ નિર્ણયને લેખિત અને સત્તાવાર મંજૂરી આપવાની બાકી છે. પરંતુ, આ બાબતે થોડોક પણ વિલંબ થવાની અપેક્ષા નથી દેખાઇ રહી. તેમણે રાહત ભાવ નક્કી કરવાની જરૂરિયાત હતી. જે આ દેશો સોમવાર સુધીમાં ચૂકવી શકશે. ઇયુ એટલે કે યુરોપિયન યુનિયન દ્વારા દરિયાઈ માર્ગે મોકલાઇ રહેલા રશિયન તેલ પરનો પ્રતિબંધ સોમવાર દરમિયાન અમલમાં આવશે. અને આ પુરવઠા માટે વીમા પરનો પ્રતિબંધ પણ સોમવારથી જ અમલમાં આવશે. આ કિંમત નક્કી કરવાનો હેતુ રશિયન તેલના વિશ્વ પુરવઠામાં અચાનક ઘટાડો અટકાવવાનો છે, કારણ કે આનાથી ઉર્જા સ્ત્રોતો અને ઇંધણના ભાવમાં નવો ઉછાળો આવી શકે છે.

‘ દરિયાઇ તેલ પરની કેપ થકી રશિયાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે’

EU-યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ મામલે કહ્યું હતું કે આ ભાવ મર્યાદા રશિયાની આવકમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ અંગે વોન ડેર લેયેને ટ્વિટર પર વધુમાં ઉમેર્યું કે, “આ અમને વૈશ્વિક ઊર્જાના ભાવોને સ્થિર કરવામાં મદદરૂપ પુરવાર કરશે. જેનાથી વિશ્વભરની ઉભરતી અર્થવ્યવસ્થાને ફાયદો પણ થઇ શકશે.”

G7 પ્રાઇસ કેપ બિન-EU દેશોને દરિયાઇ રશિયન ક્રૂડની આયાત ચાલુ રાખવાની મંજૂરી આપશે, પરંતુ તે શિપિંગ, વીમા અને રિ-ઇન્શ્યોરન્સ કંપનીઓને વિશ્વભરમાં રશિયન ક્રૂડ કાર્ગોનું સંચાલન કરવા પર પ્રતિબંધ મૂકશે, સિવાય કે તે કિંમત શ્રેણીની નીચે વેચવામાં ન આવે. સૌથી મહત્વપૂર્ણ શિપિંગ અને વીમા કંપનીઓ G7 દેશોમાં સ્થિત હોવાથી, મોસ્કો માટે તેના તેલનું ઊંચા ભાવે વેચાણ કરવું મુશ્કેલ બનશે.

રશિયાનું અર્થતંત્ર પહેલેથી જ સંકોચાઈ રહ્યું છે – અમેરિકા

યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે આ કેપ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને ફાયદો કરશે, જેમણે ઊંચી ઉર્જા અને ખાદ્યપદાર્થોના ભાવનો ભોગ લીધો છે. યેલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રશિયાની અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકોચાઈ રહી છે અને તેનું બજેટ વધુને વધુ સંવેદનશીલ હોવાથી, ભાવ મર્યાદા તરત જ પુતિનની આવકના સૌથી મોટા સ્ત્રોતમાં ઘટાડો કરશે.”

administrator
R For You Admin