રમત ગમત

ભારતનો દિગ્ગજ ખેલાડી ODI સિરીઝમાંથી બહાર, ફાસ્ટ બોલરને સ્થાન મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે અને આ સિરીઝ પહેલા તેને આંચકો લાગ્યો છે.  ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ રમવા બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. આ સિરીઝ રવિવારથી શરૂ થઈ રહી છે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય બોલરોમાંથી એક મોહમ્મદ શમી આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. હાથની ઈજાને કારણે શમી સિરીઝમાંથી બહાર છે. બીસીસીઆઈએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. સાથે જ જણાવ્યું કે તેની જગ્યાએ ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શમીએ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તે આરામ કરી રહ્યો હતો અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પણ ગયો ન હતો. બાંગ્લાદેશ સિરીઝમાં તે રમવાનો હતો પરંતુ ઈજાગ્રસ્ત થતા તે રમી શકશે નહિ, જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમી બોલિગની કમાન સંભાળવાનો હતો પરંતુ તે પણ બહાર થઈ ગયો છે. જેનાથી ટીમ ઈન્ડિયાને ખુબ મુશ્કિલી થશે.

ખભામાં થઈ ઈજા

બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું કે, શમી બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ પહેલા ખભામાં ઈજા થઈ હતી અને આ કારણે તે વનડે સિરીઝમાંથી બહા ઈ ગયો છે. હાલમાં બેંગ્લોરમાં એનસીએમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે

સમાચાર એજન્સી પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, શમી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. બીસીસીઆઈના એક નજીકના સુત્રએ પીટીઆઈ ગોપનીયતાની શરત પર જણાવ્યું કે, મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી 20 વર્લ્ડકપ બાદ પ્રેક્ટિસ કરી હતી અને આ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ હતી અને તેન એનસીએમાં રિપોર્ટ કરવાનું કહ્યું હતુ, આ માટે તે 1 ડિસેમ્બરના રોજ ટીમ સાથે ગયો ન હતો.શમીએ અત્યારસુધી 60 ટેસ્ટ મેચ રમી છે અને 216 વિકેટ લીધી છે.

administrator
R For You Admin