ધર્મ-આસ્થા

ગોંડલમાં સંતો, મંહતો અને રાજકીય મહાનુભાવોએ જણાવી સમાજમાં મંદિરની અનિવાર્યતા, લાઇટ એન્ડ સાઉન્ડ શો થયું ઉદ્ધાટન

પ્રમુખસ્વામી મહારાજનાં જન્મશતાબ્દી મહોત્સવ (PSM 100) અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને શ્રીઅક્ષર મંદિરની નિર્માણ ગાથાનાં ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ અને પ્રકાશનાં અદ્ભૂત સંયોજન કરી “લાઈટ એન્ડ સાઉન્ડ શો” ની પ્રભાવક પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી છે .

ગોંડલ સ્થિત અક્ષર મંદિરનું આગવું માહાત્મય છે અને સ્થાનિક સ્તરે આવતા મુલાકાતીઓ તેમજ દર્શનાર્થીઓ આ મંદિરના દર્શન કરવા માટે અચૂક આવે છે. ગોંડલ આવતા મહાનુભાવો પણ આ મંદિરના દર્શન કરવા માટે અચૂક આવતા હોય છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દીની ઉજવણીના ઉપક્રમે અક્ષર મંદિરના ભવ્ય નિર્માણની ગાથાને રજૂ કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું જાહેર જનતા માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મંદિર નિર્માણની શરૂઆત, તેનું માહાત્મય, ગોંડલના રાજમાતાએ કરેલી મદદ જેવી તમામ બાબતો વણી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં આવેલું અક્ષર મંદિર ગોંડલ શહેરમાં દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ માટે મુલાકાતનું મહત્વનું સ્થળ છે. તેમજ BAPS થી માંડીને અન્ય સંપ્રદાય તેમજ ધર્મના આસ્થાળુઓ માટે આ મહત્વનું તીર્થસ્થાન છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં અક્ષર મંદિરની નિર્માણની ગાથાનો સમાવેશ

નોંધનીય છે કે અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થશે . તે અંતર્ગત BAPS દ્વારા છેલ્લા બે વર્ષથી સનાતન ધર્મને ઉજાગર કરતા, તેમજ સામાજિક ક્ષેત્રે મદદરૂપ થઈ રહે તેવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોંડલ ખાતે પ્રમુખસ્વામી મહારાજનાં જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને શ્રીઅક્ષર મંદિરની નિર્માણ ગાથાનાં ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ અને પ્રકાશનાં અદ્ભૂત સંયોજન કરી “લાઈટ એન્ડ સાઉન્ડ શો” ની પ્રભાવક પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી છે .

આ ઉદ્ધાટન પ્રસંગે ગોંડલ રામજી મંદિરના મહંત પૂજ્ય શ્રીજયરામદાસજી મહારાજ, બાંદરા ધામ ઉગમ આશ્રમનાં મહંત મહામંડલેશ્વર પૂજ્ય ગોરધનબાપુ, ગોંડલ હવામહેલનાં કુમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જયરામદાસજી મહારાજ તથા ગોરધનબાપુએ ગોંડલમાં અક્ષર દેરી અને શ્રીઅક્ષર મંદિરનાં મહિમા અંગે જણાવતા સમાજમાં મંદિરના મહત્વના પ્રદાન અંગે જણાવ્યું હતું. આ અવસરે સારંગપુર BAPS મંદિરેથી ખાસ પધારેલ જ્ઞાનેશ્વર સ્વામીએ અક્ષર મંદિરની નિર્માણ ગાથાને વર્ણવી હતી તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોના નિર્માણમાં પોતાનું પ્રદાન આપનાર તમામનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય કર્મચારીઓ અને અન્ય નગરજનોએ પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.

administrator
R For You Admin