જુબિન નૌટિયાલે હૉસ્પીટલના બેડ પરથી એક તસવીર શેર કરી હતી, તસવીરની સાથે સિંગરે કેપ્શનમાં લખ્યું હતુ- તમારા બધાના આશીર્વાદ માટે થેન્ક્યૂ
પૉપ્યુલર બૉલીવુડ સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal )નું ગુરુવારે, 1 ડિસેમ્બરે એક મેજર એક્સિડેન્ટ થઇ ગયુ હતુ. એક બિલ્ડિંગની સીડી પરથી પડવાના કારણે તેની કોહણી અને પાસળીઓ તૂટી ગઇ હતી અને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. એક્સિડેન્ટ બાદ તેને મુંબઇની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, જ્યાં તેના જમણા હાથનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
જુબિન નૌટિયાલ આરામ કરવા માટે હૉમટાઉન રવાના –
શુક્રવારે, 2 ડિસેમ્બરની સવારે, જુબિન નૌટિયાલને એરપૉર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો, ખરેખરમાં તે, આગળની સારવાર માટે પોતાના હૉમટાઉન ઉત્તરાખંડ જઇ રહ્યો હતો, અને તેને ડૉક્ટરોને આરામ કરવાની પણ સલાહ આપી છે. શુક્રવારની રાત્રે, સિંગરે ખુદ પોતાનુ હેલ્થ અપડેટ સોશ્યલ મીડિયા પર શેર કર્યુ હતુ.
જુબિન નૌટિયાલે આપ્યુ હેલ્થ અપડેટ –
જુબિન નૌટિયાલે હૉસ્પીટલના બેડ પરથી એક તસવીર શેર કરી હતી, તસવીરની સાથે સિંગરે કેપ્શનમાં લખ્યું હતુ- તમારા બધાના આશીર્વાદ માટે થેન્ક્યૂ, ભગવાનની નજર મારા પર હતી અને તેમને મને તે ઘાતક એક્સીડેન્ટમાંથી બચાવી લીધો, મને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે, અને હવે હું ઠીક થઇ રહ્યો છું, તમારા ક્યારેય ના પુરા થનારા પ્રેમ અને વૉર્મ પ્રેયર્સ માટે થેન્ક્યૂ. વળી રાત લમ્બિયાં સિંગર્સના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના દોસ્તો તેની જલદી રિક્વરીની કામના કરી રહી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જુબિન નૉટિયાલની ગીત તૂ સામને આયે રિલીઝ થયુ હતુ, સિંગર યોહાનીની સાથે આ ગીતમાં જુબિન નૉટિયાલે પોતાનો અવાજ આપ્યો હતો.જુબિન નૉટિયાલની ગીતો લોકોને ખુબ પસંદ છે, અને ભારત જ નહીં પરંતુ દુનિયાભરતમાં તેના કરોડો ફેન્સ છે.