US પ્રમુખ જો બાયડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત યોજી હતી. જેમાં બાયડેને કહ્યું કે જો રશિયા યુદ્ધ ખત્મ કરવા તૈયાર થાય તો તેઓ રશિયન પ્રમુખ પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. બાયડેનના આ નિવેદન બાદ રશિયાએ કહ્યું કે અમને જો બાયડેનની કોઇ શરતો સ્વીકાર્ય નથી. પરંતુ વાતચીત માટે અમે હંમેશા તૈયાર છીએ.રશિયાએ અમેરિકાના યુદ્ધ સમાપ્તિના પ્રસ્તાવનો ઇન્કાર કર્યો છે. આ મામલે રશિયાએ કહ્યું છે કે યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવી શકાશે નહીં. આ નિવેદન બાદ યુક્રેન સીમાઓ પર હિલચાલ વધારી દેવામાં આવી છે. જેના કારણે હવે આ યુદ્ધમાં પરમાણુ હુમલાની શક્યતાઓમાં વધારો થઇ રહ્યો છે. યુક્રેન આર્મ્ડ ફોર્સના એક નિવેદનમાં જણાવાયું છે કે ઈન્ટેલિજન્સ ઈનપુટ પ્રમાણે રશિયા ભયાનક હુમલો કરી શકે છે. આ હુમલાઓ એવા હશે કે જે અત્યારસુધી કરવામાં આવ્યા નથી. આ વચ્ચે રશિયાના TU-95 બોમ્બર યુક્રેનમાં નજરે પડયા છે. હવે રશિયાએ અમેરિકાને યુદ્ધમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં, અમેરિકાના પ્રમુખ બાયડેને શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. જેમાં બાયડેને કહ્યું હતું કે તેઓ રશિયા-પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જો યુદ્ધ રોકવાની વાત કરવામાં આવે.
જો બાયડેનની શરતો રશિયાને સ્વીકાર્ય નથી
બાયડેન વહીવટીતંત્રે યુક્રેન યુદ્ધમાં શાંતિ કરારને લગતી કેટલીક શરતો મૂકી છે, જેને રશિયાએ નકારી કાઢી છે. અમેરિકાએ એવો પ્રસ્તાવ મૂક્યો કે રશિયા સાથે યુદ્ધ- શાંતિ મંત્રણા કરી શકે છે, પરંતુ તેમણે એવી શરત મૂકી કે રશિયન સેનાને યુક્રેનમાંથી હટી જવું પડશે. જે શરતને ફગાવી દીધી હતી. તેથી હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે યુક્રેનમાં જે વિનાશક થઈ રહ્યું છે તે ચાલુ જ રહેશે. પરંતુ, રશિયાએ યુદ્ધને પૂર્ણ કરવાનું મન બનાવ્યું છે. જેની ઝલકરૂપે રશિયન Tu-95 બોમ્બર યુક્રેનના આકાશમાં દેખાઇ રહ્યા છે.
રશિયાએ ચેતવણી આપી છે
રશિયાના વિદેશ મંત્રીએ ચેતવણી જાહેર કરી દીધી છે કે જો અમેરિકા યુદ્ધમાં રશિયાને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેના પરિણામો ભયંકર હશે, તો શું યુદ્ધ લવરોવ દ્વારા સૂચવવામાં આવેલી દિશામાં આગળ વધી રહ્યું છે ? રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે અમે કહીએ છીએ કે પરમાણુ યુદ્ધ ક્યારેય ન ફાટવું જોઈએ, પરમાણુ દળો વચ્ચે કોઈપણ પ્રકારનું યુદ્ધ અસ્વીકાર્ય છે. જો કોઈ તેને પરંપરાગત માધ્યમથી શરૂ કરવાનું નક્કી કરે તો પણ તે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય ઘણો મોટો હશે. વિદેશ નીતિમાં શબ્દો અને સંકેતોનું ખૂબ મહત્વ છે, બુધવારે અમેરિકાને લવરોવની ચેતવણીના નમૂના યુદ્ધ ક્ષેત્રમાં દેખાવા લાગ્યા છે.