દેશ-વિદેશ

મોંઘવારી, બેરોજગારી, ચીન સહિતના મુદ્દાઓ પર સંસદ ગજવશે કોંગ્રેસ

છેલ્લા કેટલાય સત્રોમાં વિપક્ષે હોબાળો મચાવીને સંસદની કાર્યવાહી અટકાવી દીધી હતી. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે જ્યાં સુધી જરૂરી નહીં બને ત્યાં સુધી સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવામાં નહી આવે.  સંસદ ના શિયાળુ સત્ર પહેલા વિપક્ષ કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ​​પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, ચીન સાથેનો સીમા વિવાદ, સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે તાજેતરનો વિવાદ અને દિલ્લી સ્થિત એઈમ્સ પર સાયબર એટેક જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવીને સરકારને ઘેરવાની યોજના બનાવી છે. છેલ્લા કેટલાય સત્રોમાં વિપક્ષે હોબાળો મચાવીને સંસદની કાર્યવાહી અટકાવી દીધી હતી. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે જ્યાં સુધી જરૂરી નહીં બને ત્યાં સુધી સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવામાં નહી આવે

સંસદનું શિયાળુ સત્ર આગામી 7 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્ર દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ભાગ નહીં લે અને પાર્ટીની ભારત જોડો પદયાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાહુલ સિવાય પાર્ટીના અન્ય વરિષ્ઠ સાંસદો શિયાળુ સત્રમાં હાજર રહેશે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં વ્યૂહાત્મક જૂથની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. આ દરમિયાન કયા કયા મુદ્દે સરકાર પર પસ્તાળ પાડવી તે મુદ્દાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

MSP, ક્વોટાનો મુદ્દે પણ સંસદ ગજવશે કોંગ્રેસ

એમએસપી માટે ખેડૂતોની માંગનો મુદ્દો પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. અન્ય મુદ્દાઓ સાથે, ખેડૂતોએ ખાસ કરીને MSPની માંગ માટે દિલ્લીની હદ ઉપર એક વર્ષ સુધી આંદોલન કર્યું હતુ. આ પછી સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની ફરજ પડી હતી. અહેવાલ મુજબ, સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત કેવી રીતે હાંસલ કરી શકાય તે અંગેના સૂક્ષ્મ વલણને પણ અંતિમ સ્વરૂપ આપી રહી છે, જેને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું હતું.

જરૂર પડ્યે જ સંસદની કાર્યવાહી અટકાવાશે

સૂત્રોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ગાળામાં, પાર્ટી દિલ્લીમાં દેશની મુખ્ય તબીબી સંસ્થા, AIIMS પર તાજેતરના સાયબર-આતંકવાદી હુમલા અંગે સરકારને સવાલ કરશે. અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે “જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી અમે સંસદની કાર્યવાહી અટકાવીશું નહીં.” સંસદનું શિયાળુ સત્ર હાલના સંસદ ભવનમાં જ યોજાશે. જો કે કોંગ્રેસ માટે એક પ્રશ્ન રહે છે કે રાજ્યસભામાં વિપક્ષની કમાન કોને સોંપવી. અગાઉ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષના નેતા હતા પરંતુ તેમણે કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી પહેલા જ રાજીનામું આપી દીધું હતું. જો કે ખાસ વાત એ છે કે તેમનું રાજીનામું હજુ સુધી સ્પીકરને મોકલવામાં આવ્યું નથી.

administrator
R For You Admin