રમત ગમત

ક્રિકેટર સાથે અફેરના સમાચાર પર ઉર્વશી રૌતેલાએ તોડ્યું મૌન, આરપી વિશે ખુલાસો કર્યો

ઉર્વશી રૌતેલા અને પ્રખ્યાત ક્રિકેટર ઋષભ પંત વચ્ચે અલગ-અલગ પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. થોડા સમય પહેલા તેમના અફેરને લઈને ઘણી વાતો થઈ હતી.  બોલિવુડની ખુબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ક્રિકેટર રિષભ પંત ને લઈ ઉર્વશીને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેના અને રિષભ પંત વચ્ચે અનેક વખતે બોલાચાલી થઈ છે. પરંતુ રિષભ પંત અને ઉર્વશી બંન્નેમાંથી કોઈ પોતાના સબંધ પર ખુલીને વાત કરી નથી પરંતુ હાલમાં જ ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો અને આરપીનો મતલબ સમજાવ્યો. ઉર્વશીએ છેલ્લી વખતે તેની સાથે જોડાયેલા આરપી નામનો ખુલાસો કર્યો છે.

જાણો શું છે ઉર્વશીનું કહેવુ

ઉર્વશીએ કહ્યું કે, આરપી કો-સ્ટારનું નામ છે. તેમને આરપીના નામને લઈ ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે પરંતુ આરપી અન્ય કોઈ નહિ પરંતુ મારો કો-સ્ટાર રામપોથિનેની છે. મને રિષભ પંત વિશે કાંઈ ખબર નથી. તેમને આરપી કહેવામાં આવે છે.મને પણ આ વિશે કોઈ ખ્યાલ નહોતો. મારું અને તેમનું નામ ઉમેરીને ઘણું બધું લખાઈ ગયું છે, કોઈના વિશે કંઈ પણ લખતા પહેલા તે તપાસી લેવું જોઈએ. સેલિબ્રિટીઓના અંગત જીવનને કોઈ સન્માન આપવામાં આવતું નથી. કોઈપણ એક ચેનલમાં બોલવાનું શરૂ કર્યું અને બધા તેની વાત પર વિશ્વાસ કરીને તેને ફેલાવવા લાગ્યા. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું.

બોલિવુડ અને ક્રિકેટર્સ કનેક્શન

ઉર્વશીએ કહ્યું કે, બોલિવુડ અને ક્રિકેટર્સ હંમેશા આમને-સામને ટક્કરાઈ છે.આ દેશમાં અભિનેતાની તુલનામાં વધુ પ્રેમ અને સન્માન ક્રિકેટર્સને આપવામાં આવે છે પરંતુ આવા વિવાદો અને અફવાઓ ઉઠાવી કોઈના સ્વાભિમાનને ઠેસ પહોચાડવી જોઈએ નહિ, અભિનેત્રીએ આગળ કહ્યું કે, મને આશા છે કે, મારી આ વાતના ખુલાસા બાદ હવે મારું નામ અન્ય કોઈ સાથે જોડવામાં ન આવે અને ભવિષ્યમાં આવી કોઈ અફવા ન ઉડે.

 

administrator
R For You Admin