મનોરંજન

ઘરના સભ્યો બિગ બોસ સામે ખૂબ રડ્યા, પ્રિયંકા-શિવે ખુલ્લેઆમ પોતાની વાત રજુ કરી

બિગ બોસના ઘરમાં રહેવું એટલું સરળ નથી જેટલું લાગે છે. તેમ છતાં સ્પર્ધકો તેમની રમતને કારણે તેમની લાગણીઓને બહાર આવવા દેતા નથી. પરંતુ બિગ બોસે દરેકને પોતાના દિલની વાત કહેવાનો મોકો આપ્યો છે.  બિગ બોસનું ઘર એક એવી જગ્યા છે જ્યાં તમામ સ્પર્ધકોના ધીરજનો ટેસ્ટ થાય છે. કેટલાક સ્પર્ધકો આમાં પાસ થાય છે તો કેટલાક અકળાઈ જાય છે. બિગ બોસની રમત જ એવી છે. સારા સારા મિત્રો દુશ્મન બની જાય છે અને દુશમન સારા મિત્રો બની જાય છે. શનિવારના રોજ સલમાન ખાનની એક વાતે પ્રિયંકા અને અંકિતના સંબંધો વચ્ચે તિરાડ ઉભી કરી હતી. તો ટીના અને શાલીનને પુછવામાં આવેલા સવાલો હચમચાવી નાંખ્યા હતા શનિવારનો એપસોડ જોયા બાદ દરેક લોકો અંદાજો લગાવી રહ્યા હતા કે, હવે પ્રિયંકા અને અંકિતના સંબંધોનો અંત આવશે પરંતુ એવું થયું નહિ, શોનો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં ટીના-શાલીન અને પ્રિયંકા-અંકિત પોત પોતાના સંબંધોને યોગ્ય કરવામાં લાગ્યા છે. અંકિત અને પ્રિયંકા એકબીજાને ભેટતા જોવા મળ્યા હતા. જ્યાં પ્રિયંકા ઈમોશનલ જોવા મળી રહી છે.

આ વચ્ચે એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં ઘરના સભ્યો બિગ બોસની સામે રડી રહ્યા છે. બિગ બોસ ઘરના સભ્યોને કહે છે ચાલો આજે દિલની વાતો કરીએ. ત્યારે પ્રિયંકા બિગ બોસની સામે જઈ કહે છે તે એક સામાન્ય છોકરી છે. તેને લગ્ન કરવા છે ઘર વસાવવું છે, તે અંકિતના કેસમાં તે ખુબ ઈમોશનલ થઈ રહી છે. આ તમામ વસ્તુઓ વચ્ચે તે ખોટી સાબિત થઈ રહી છે. લોકો તેને કહે છે કે, તે વધુ બક બક કરે છે. તેમને આ ટેશન થઈ રહ્યું છે કે, તેને આગળ કામ મળશે કે નહિ, સાથે જ શિવ પોતાના દિલની વાત પણ કરે છે અને કહે છે કે લોકો માને છે કે તે દિમાગ સાથે રમે છે. પરંતુ મારા પરિવારના સભ્યો જાણે છે કે તે તેના દિલની વાત સાંભળે છે. આ લોકો સામે રડી પણ ન શકે, આ દરમિયાન શિવ પણ ખૂબ જ ભાવુક દેખાતો હતો. પ્રોમોમાં અર્ચના છેલ્લે જોવા મળે છે. દરેકને

administrator
R For You Admin