અમદાવાદમાં EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળી રહ્યા છે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ છે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે, તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે.અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ગુજરાત ઇલેકશન 2022 : અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે EVM, VVPAT મશીન સહિતની અન્ય મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. તમામ મતદાન કેન્દ્રો પર મતદાનની સામગ્રી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આવતીકાલે વ્યવસ્થિત રીતે મતદાન પૂર્ણ થયા બાદ પોતાની સામગ્રી જમા કરાવવાની રહેશે.
ગુજરાત ઇલેકશન 2022 : EVMને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર લઇ જવાશે
અમદાવાદમાં EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળી રહ્યા છે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ છે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે, તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જવામાં આવશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ EVMને વેરહાઉસમાં લઈ જવાશે. EVMને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. A કેટેગરીમાં નોર્મલ વોટિંગ, B કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, C કેટેગરીમાં મોકપોલ અને D કેટેગરીમાં વપરાયા નથી તેવા EVMનો સમાવેશ કરાયો છે. કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મથકો પર CCTVથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ 9 હજાર 154 CU મશીન, 9 હજાર 154 BU મશીન અને 9 હજાર 425 VVPAT મશીન વહેંચવામાં આવ્યા છે.