ગુજરાત

ફરી એકવાર પ્રજાની મદદે આવી પોલીસ મતદાન કરવા આવેલા વયોવૃદ્ધ વડીલો તેમજ અશક્તો ને મતદાન મથક સુધી પહોંચાડી જવાબદારી નિભાવી ..

પોલીસ ‘ શબ્દ સાંભળતાજ મગજ માં એક અલગ વિચાર અને પોલીસ પ્રત્યે ધારણા બનતી હોય છે , પોલીસ એટલે એક કડક મિજાજ વ્યક્તિત્વ ,પરંતુ એવું નથી ,હકીકત કઈંક અલગજ છે ,કોઈ પણ સુખ દુઃખના સમય માં પ્રજાના મોઢે પહેલો શબ્દ સાંભળવા મળે એ ‘પોલીસ ‘ છે ,ઘણી વાર એવા કિસ્સો બનતા હોય છે જેને કારણે પોલીસ ની છબી પણ ખરાબ થતી હોય છે પરંતુ એને લઈ આખા પોલીસ ડિપાર્ટમેન્ટ ને ખરાબ કેહવું ખોટું છે , તહેવાર હોઈ કે ચૂંટણી પોલીસ બંદોબસ્ત વગર લગભગ અશક્ય છે ,જોકે પોલીસ ની ફરજ માં એ આવે જ છે પરંતુ ઘણીવાર ઈવા કિસ્સો બનતા હોય છે જેમાં પોતાની ફરજ બહારનું કામ પણ પોલીસ પોતાની જવાબદારી સમજી કરતી હોય છે અને જેમાં ઉપરી અધિકારી ના ઓર્ડર ની પણ જરૂર નથી હોતી ,

હાલ માજ 2022 વિધાનસભા ની ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ તબક્કા નું મતદાન પૂર્ણ થયું છે દક્ષિણ ગુજરાત માં પણ પ્રથમ તબક્કા માં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આ મતદાન પ્રક્રિયા દરમ્યાન કેટલીક ક્ષણો એવી પણ હતી કે પોલીસ ને સેલ્યુટ સેલ્યુટ કરવાનું મન થાય , ચૂંટણી દરમ્યાન પોલીસ ની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી અને દરેક ચૂંટણી બુથ પર પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા અને આ પોલીસ કર્મીઓની જવાબદારી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેની હતી પરંતુ પોતાની ડ્યુટી થી પરે જઈ કોઈ પણ ઉપરી અધિકારી ના હુકમ વગર આ પોલીસ કર્મીઓ કઈંક અલગજ ડ્યુટી કરતા જોવા મળ્યા હતા ,

મતદાન કરવા આવતા વયોવૃદ્ધ વડીલો ,અશક્તો ,દિવ્યાંગો ને આ હાજર પોલીસ કર્મીઓ દ્વારા મતદાન બુથ સુધી લઈ જવામાં આવ્યા હતા અને નિઃસ્વાર્થ મદદ કરવામાં આવી હતી , એમને કોઈ ફેમસ થવાનો પબ્લિસિટી કરવાના શોખ ખાતર આ બધું નહતા કરતા પરંતુ પોતાની ફરજ સમજી આ કર્તવ્ય નિભાવતા હતા જોકે આવા સત્કાર્યો અને પોલીસની આ છબી ને પણ દુનિયા ની સામે લાવવી જરૂરી છે , ઉપરોક્ત ફોટોગ્રાફ્સ સુરત જિલ્લા પોલીસ ના ફેસબુક પેજ પર થી લેવામાં આવ્યા છે ,પોલીસ દ્વારા કોઈ પ્રેસનોટ આપી ને સમાચાર પ્રસારિત કરવાં માટે નથી કેહવામાં આવ્યું એ દર્શાવે છે કે પોલીસ નિઃસ્વાર્થ ભાવે પણ સેવા કરી રહી છે

 

 

administrator
R For You Admin