ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા માલપુરની અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

કાર અટકતાં જ તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી.   ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે અરવલ્લીના માલપુરના અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ છે. દારૂ ભરેલી સ્કોર્પિયો અણિયોર નજીકથી પસાર થવાની હોવાની સ્થાનિકોને બાતમી મળી હતી. જે બાદ યુવાનોએ ભેગા મળી દારૂ ભરેલી સ્કોર્પિયોને અટકાવી હતી. કાર અટકતાં જ  તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી. સૂત્રના જણાવ્યા મુજબ, દેશી દારૂ આવતીકાલે યોજાનાર મતદાન માટે અગ્રણી પક્ષ દ્વારા વિતરણ કરવા લઈ જવાતો હતો. હાલ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદારોને લલચાવવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ અનેક પ્રકારની લાલચ અપાતી હોય છે. આ દરમિયાન વડોદરામાં મતદાન અગાઉ દારૂનો જથ્થો ઝડપાયો છે. રણોલી મિલન પેટ્રોલ પંપ પાસેથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપી પાડી હતી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો જાણીતા રાજકીય નેતાનો હોવાનો પોલીસને શંકા છે. દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે ફફડાટ  ફેલાઇ ગયો છે.  ફોર્ચ્યુનર કારનો નંબર જીજે-06-એલઈ-455 છે અને તેની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું છે.

administrator
R For You Admin