ગુજરાત

PM Modi ચાલતા વોટ આપવા પહોચ્યા, ચૂંટણી પંચને કહ્યું થેન્ક્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કહ્યું કે હું ચૂંટણી પંચને પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. ચૂંટણી પંચે ખૂબ જ અદભૂત રીતે ચૂંટણી યોજવાની ભારતમાં એક મહાન પરંપરા વિકસાવી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠા વધી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેના મતદાનમાં મોટી સંખ્યામાં સવારથીજ મતદારોએ લાઈન લગાડી દીધી છે. VIP, VVIP કે પછી આમ વોટર્સ દ્વારા નતનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મતદાનમાં PM MODI પણ બાકાત નથી રહ્યા. અમિત સાહ થી લઈ ભુપેન્દ્ર પેટલ અને નીતિન પટેલ થી લઈ આનંદી બહેન પટેલે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આજે બીજા તબક્કાના મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા રાણીપની નિશાન શાળા ખાતે પહોચ્યા હતા. તેમણે મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. હું દેશની જનતાનો આભાર માનવા માંગુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ચૂંટણી પંચને પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. ચૂંટણી પંચે ખૂબ જ અદભૂત રીતે ચૂંટણી યોજવાની ભારતમાં એક મહાન પરંપરા વિકસાવી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠા વધી છે. ચૂંટણી પંચને સારી વ્યવસ્થા બદલ અભિનંદન. લોકશાહી ઉત્સવ માટે હું લોકોને તેમના ઉત્સાહ માટે અભિનંદન આપું છું.આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે આઠ વાગ્યે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, “હું તમામ નાગરિકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવા વિનંતી કરું છું.” તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપવા અમદાવાદના ગાંધીનગર રાજભવનથી રાણીપની નિશાન પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા.રસ્તામાં પીએમ મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. વોટ આપ્યા બાદ પીએમ મોદી તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદીના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. સોમાભાઈ મોદીનું ઘર મતદાન મથકથી 200 મીટરના અંતરે આવેલું છે. પીએમ મોદી પગપાળા તેમના ઘરે પહોંચ્યા હતા.

administrator
R For You Admin