સેનેગલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ઇંગ્લેન્ડની ટીમ હવે ફ્રાન્સ સામે ટકરાશે, જેણે રાઉન્ડ ઓફ 16માં પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપ 2022ના રાઉન્ડ ઓફ 16 મેચમાં ઈંગ્લેન્ડે સેનેગલને હરાવ્યું છે. આ મેચ એકતરફી રહી હતી, જેમાં ઈંગ્લેન્ડે એક પછી એક ગોલ કરીને સેનેગલને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ શૂન્ય સામે 3 ગોલથી ઈંગ્લેન્ડના નામે રહી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. ખાસ વાત એ છે કે, ઈંગ્લેન્ડની આ જીતમાં હેરી કેનને પણ લોટરી લાગી છે.
ઈંગ્લેન્ડ તરફથી સેનેગલ વિરુદ્ધ ગોલ જૉર્ડન હેન્ડરસને કર્યો હતો. આ સિવાય હેરી કેન અને બુકાયો સાકાએ ગોલ કર્યો. યુવા મિડફીલ્ડર જુડ બેલિંગહામે ગોલ કર્યો નથી પરંતુ મેચમાં તેની રમત વધુ જોવા મળી હતી.
ઈંગ્લેન્ડે 3-0થી સેનેગલને હાર આપી
મેચનો પ્રથમ હાફ 2-0થી ઈંગ્લેન્ડની તરફ રહ્યો હતો. મેચની 38મી મિનિટમાં પ્રથમ ગોલ થયો જો જૉર્ડને કર્યો. પ્રથમ હાફના એક્સટ્રા ટાઈમમાં હેરી કેને ગોલ કર્યો જે ટૂર્નામેન્ટમાં તેનો પ્રથમ ગોલ હતો જેના આધારે ઈંગ્લેન્ડની ટીમ 2-0થી આગળ થઈ હતી.
મેચના બીજા હાફમાં ઈંગ્લેન્ડની ટીમનો દબદબો રહ્યો હતો. આ હાફમાં ઈંગ્લેન્ડે એક ગોલ કર્યો જે 57મી મિનિટમાં સાકાએ કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે આ ગોલની સાથે જ મેચ તેની તરફેણમાં હતી. તેણે 3-0ના અંતરથી આ મેચ જીતી લીધી હતી અને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ પાક્કી કરી હતી.
સેનેગલ પર ઈંગ્લેન્ડ ભારે, હવે ફ્રાન્સ સાથે મેચની તૈયારી
મતલબ કે આખી મેચમાં સેનેગલનો કોઈ પણ દાવ ઈંગ્લેન્ડ પર વર્ચસ્વ ધરાવતો જોવા મળ્યો ન હતો. ઈંગ્લેન્ડનું વર્ચસ્વ સંપૂર્ણપણે જળવાઈ રહ્યું હતું, જે આ આંકડાઓ પરથી પણ જાણી શકાય છે. જ્યાં ઇંગ્લેન્ડે ગોલ પર ચાર શોટ ફટકાર્યા હતા, સેનેગલે માત્ર એક જ વાર આવું કર્યું હતું. બોલ પર ઈંગ્લેન્ડનો કબજો પણ સેનેગલ કરતા વધુ હતો. કોર્નર કિક માટે બંને ટીમોને 3-3 મળી હોવા છતાં, ટેકલમાં 21-11નો તફાવત હતો.સેનેગલને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ઈંગ્લેન્ડની ટીમનો સામનો હવે ફાન્સ સામે થશે. જેણે રાઉન્ડ ઓફ 16ની મેચમાં પોલેન્ડને 3-1થી હાર આપી.