સાઉથના સુપરસ્ટાર Rana Daggubatiએ હાલમાં જ ટ્વીટ કરીને ઈન્ડિગો સાથેનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને માહિતી પણ આપી છે કે શા માટે તેને ખરાબ અનુભવ થયો છે. ટોલીવુડના પ્રખ્યાત અભિનેતા રાણા દગ્ગુબાતીએ રવિવારે ઈન્ડિગો પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં તેણે ઈન્ડિગો એરલાઈન્સની આકરી ટીકા કરી છે. તેણે એરલાઈન્સ સાથેના પોતાના સૌથી ખરાબ અનુભવ વિશે જણાવ્યું. આટલું જ નહીં તેણે આ અંગે અનેક ટ્વિટ પણ કરી છે. જેમાં અભિનેતાએ ઈન્ડિગો એરલાઈન્સની ક્લાસ લઈ લીધી છે. આવો જાણીએ એક્ટર સાથે શું થયું જેના કારણે તે ગુસ્સે થઈ ગયો છે
તેણે પોતાના ટ્વીટમાં ઈન્ડિગો સાથેનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. અભિનેતાએ ટ્વિટ કરીને લખ્યું- ઈન્ડિગો 6E પર ભારતનો સૌથી ખરાબ એરલાઈન અનુભવ!! ફ્લાઇટના સમય સાથે ગુમ થયેલો સામાન મળ્યો નથી.. સ્ટાફને કોઈ જાણ નથી?? શું આ ખરાબ હોઇ શકે છે?
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ કેસ
બાહુબલી ફેમ અભિનેતા તેના પરિવાર સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યા હતા. તે તેના પરિવારના સભ્યો સાથે બેંગ્લોર જઈ રહ્યો હતો. દગ્ગુબાતી અને અન્યોએ ચેક-ઇન કર્યા પછી, તેઓને જાણ કરવામાં આવી હતી કે, કેટલીક ટેકનિકલી પ્રોબલેમને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને તેમને બીજી ફ્લાઇટમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું.
અભિનેતા બેંગ્લોર એરપોર્ટ પર ગુસ્સે
વધુમાં દગ્ગુબાતીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમનો સામાન એ જ વિમાન દ્વારા મોકલવામાં આવશે. જો કે, બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા પછી, અભિનેતા તેનો સામાન મળ્યો નહતો અને જ્યારે તેણે એરલાઈન સ્ટાફ સાથે તપાસ કરી તો તેને કંઈ મળ્યું ન હતું. આ પછી તે ખૂબ ગુસ્સે થઈ ગયો હતો.
ટ્વીટ થઈ રહી છે વાયરલ
તેણે ઈન્ડિગોની એક પોસ્ટમાં લખ્યું છે કે, પેરેડાઈઝ ફાઉન્ડ ટેગલાઈન સાથે લખ્યું, જેટલા પેરેડાઈઝ મળ્યા છે, તેનાથી વધારે પેરેડાઈઝ ખોવાઈ ગયા છે. ઈન્ડિગોના અન્ય ટ્વિટ પર ટિપ્પણી કરતા, દગ્ગુબાતીએ લખ્યું કે, આપણા એન્જિનિયર્સ જે સુરક્ષિત અને નોન-સ્ટોપ ફ્લાઈટ્સ સુનિશ્ચિત કરે છે. અભિનેતાની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ સાથે ઘણા યુઝર્સ પોતાના ખરાબ અનુભવો પણ જણાવી રહ્યા છે.