લાલુપ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા ગત બે દિવસ પૂર્વે શરૂ કરાઈ હતી. લાલુ પ્રસાદ અને રોહિણીને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય જનતાદળના વડા લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન આજે સોમવારે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં હાથ ધરાશે. લાલુપ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય તેમને કિડની આપી રહી છે. રોહિણી આચાર્ય લાલુ પ્રસાદ યાદવની દિકરી છે તે હાલમાં તેના પતિ અને પરિવાર સાથે સિંગાપુરમાં રહે છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી, સાંસદ મીસા ભારતી, આરજેડીના નેતા ભોલા યાદવ સહિત લાલુના અન્ય શુભેચ્છકો પણ સિંગાપોરમાં પહોચી ગયા છે. લાલુ પ્રસાદ યાદવવની કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહે તે માટે બિહારમાં આરજેડીના નેતાઓ અને કાર્યકરો હવન-પૂજા કરી રહ્યા છે.
લાલુપ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા ગત બે દિવસ પૂર્વે શરૂ કરાઈ હતી. લાલુ પ્રસાદ અને રોહિણીને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલુ પ્રસાદને લાંબા સમયથી કિડની રોગ સહિતની આરોગ્ય સમસ્યાઓ છે. દિલ્લી AIIMSના ડૉક્ટરોની સલાહ પર તેમને સિંગાપુર લઈ જવામાં આવ્યા છે અને ત્યાંના ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી છે.
બિહારમાં લાલુ પ્રસાદ માટે પૂજા
પટનાના દાનાપુરમાં મૈનપુરા કાલી મંદિરમાં લાલુ યાદવના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. સોમવારે હાથ ધરાનાર કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા બિહાર સરકારના પ્રધાન આલોક મહેતા, ધારાસભ્ય રિતલાલ યાદવ, આરજેડીના વરિષ્ઠ નેતા રામપન્ની સિંહ, આરજેડીના વડા શિવ કુમાર યાદવ અને અન્ય કાર્યકરોએ ઓપરેશનને સફળ બનાવવા મંદિરમાં પૂજા અને રુદ્રાભિષેક કર્યો હતો
આજે પણ હોમ હવન અને પૂજા કરાશે
લાલુપ્રસાદની સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આરજેડી કાર્યકર્તાઓ સોમવારે પટનામાં હવન-પૂજન કરશે. લાલુ પ્રસાદ યાદવના આરોગ્યને લઈને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ચિંતિત છે. સોમવારે તેમના ઓપરેશનના દિવસે સવારથી જ બિહાર રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ હવન અને પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનુ ઓપરેશન સફળ રહે તે માટે પંચશિવ મંદિરમાં પ્રાર્થના કરવામાં આવશે. જેમાં ઉદ્યોગ મંત્રી ઉપસ્થિત રહેશે, આગમકુઆં સ્થિત શીતળા માતા મંદિરના પરિસરમાં, આરજેડી નેતા ઉમેશ યાદવ અને તેમના સમર્થકો હવન-પૂજા કરીને લાલુ પ્રસાદના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરશે.