ગુજરાત

યુવા આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ ઠાકોરનું નિવેદન, કોંગ્રેસમાં આવીને ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો

અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor)કહ્યું કે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસમાં આવીને ભૂલ કરી હતી, ભૂલ કરી હતી. તે માટે માફ કરશો. હું આખા દેશને કહું છું કે કોંગ્રેસમાં જોડાઈને ભૂલ ન કરો. 50 વર્ષના ગુલામ નબી આઝાદ અને અન્ય લોકોને હવે ભૂલ સુધારવાનો મોકો મળ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર ચાલી રહેલા મતદાન વચ્ચે નેતાઓના મિજાજ અને મૂડ પણ સામે આવી રહ્યા છે. તંત્ર પર પ્રહારથી લઈ આક્ષેપ-પ્રતિઆક્ષેપના મારા વચ્ચે ગુજરાતમાં યુવા આંદોલનનો ચહેરો બનીને ઉભરેલા અને બાદમાં કોંગ્રેસમાં જતા રહેલા અલ્પેશ ઠાકોરે સહયોગી ટીવી નાઈન ભારત વર્ષ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે કોંગ્રેસમાં જોડાઈને ભૂલ કરી નાખી હતી અને તેના માટે તેને માફ કરી દેવામાં આવે. આ ભૂલનો અહેસાસ તેમના સિવાય પણ ઘણા મોટા નેતાઓને થઈ રહ્યો છે. જો કે તેમણે આ વખતે પણ ભાજપ વિકાસના નામે જ મત મેળવશે હોવાનો દાવો કર્યો હતો, તેમમે તો 150 બેઠક પર ભાજપના વિજયની ભવિષ્યવાણી પણ કરી નાખી હતી.

તેમણે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાને જ પાયાની ગણાવીને પોતાની ગાંધીનગર દક્ષિણ બેઠક પર જીતનો દાવો કરવા સાથે ભાજપ બહુમતી સાથે જીત હાંસલ કરસે તેમ પણ તેમમે જણાવ્યું. 2017માં જે ભૂલ થઈ હતી તેનું પુનરાવર્તન કરવું ખોટું છે. કોંગ્રેસમાં જોડાઈને મેં ભૂલ કરી હતી. ભાજપે ગુજરાતને સુખી ગુજરાત બનાવ્યું છે જે ખરાબ સ્થિતિમાં હતું.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ભાજપ સરકારમાં અહીં રસ્તા, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રકચર બધું જ સુધર્યું છે. અલ્પેશે કહ્યું કે આમ આદમી પાર્ટીની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી રહી છે. ગુજરાતની જનતાએ ક્યારેય મફતનો સ્વીકાર કર્યો નથી. આથી આમ આદમી પાર્ટીની હાર થશે. ગુજરાતમાં કોઈ ડર નથી, તોફાનો નથી અને સરકાર સુરક્ષા માટે કામ કરી રહી છે. હું દારૂબંધીની વાતો કરતો, રોજગારની વાત કરતો અને શિક્ષણની વાત કરતો. આ તમામ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં છે. મેં સમાજ માટે કામ કર્યું છે. ગરીબ અને પછાત લોકોએ આગળ આવવું જોઈએ, તેથી જ કામ થયું છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસમાં આવીને ભૂલ કરી હતી, ભૂલ કરી હતી. તે માટે માફ કરશો. હું આખા દેશને કહું છું કે કોંગ્રેસમાં જોડાઈને ભૂલ ન કરો. 50 વર્ષના ગુલામ નબી આઝાદ અને અન્ય લોકોને હવે ભૂલ સુધારવાનો મોકો મળ્યો, અમને બે વર્ષમાં ભૂલ સુધારવાની તક મળી અને અમે તેને સુધારી લીધી.

administrator
R For You Admin