તાજા સમાચાર

પપ્પા બન્યા ‘સુપર હિરો’, ચાલતી સ્કુટી પરથી પુત્રને પડતા બચાવ્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પિતા તેના પુત્રને ચાલતી સ્કુટી પરથી પડતા બચાવે છે. આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે અને પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરી રહ્યા છે

પિતા-પુત્રનો સંબંધ ખૂબ જ અલગ અને ખાસ હોય છે. પુત્રની નજરમાં તેના પિતા કોઈ સુપરહીરોથી ઓછા નથી. કારણ કે, પિતા કોઈપણ પરિસ્થિતિમાં પોતાના બાળકોની રક્ષા માટે તૈયાર રહે છે. સોશિયલ મીડિયા પર તમને આવા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં પિતા પોતાના બાળક માટે પોતાનો જીવ દાવ પર લગાવવા તૈયાર રહેતા હોય છે. હાલમાં આવા જ એક ‘સુપરહીરો’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના દિલને સ્પર્શી લીધો છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો એમ કહી રહ્યા છે- ‘એટલે જ તો તેને પપ્પા કહેવામાં આવે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પિતા સ્કૂટી પર ક્યાંક જઈ રહ્યા છે. આ વ્યક્તિએ તેના નાના પુત્રને પાછળની સીટ પર બેસાડ્યો છે, પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે બાળક સ્કૂટી પર બેસીને નિદ્રા લેવા લાગે છે. જેના કારણે બાળકનું માથું એક તરફ પડી ગયું છે. આ દરમિયાન પુત્રને પડતા બચાવવા પિતા તેને ડાબા હાથથી ટેકો આપે છે અને જમણા હાથથી સ્કૂટી ચલાવે છે. પિતાની ‘સુપરહીરો’ સ્ટાઇલે લોકોના દિલ જીતી લીધા છે.આ વીડિયો 14 નવેમ્બરના રોજ અભિષેક થાપા નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એટલે જ તેમને પાપા કહેવામાં આવે છે.’ લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, લોકોએ આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, જ્યાં સુધી પિતાનો હાથ માથા પર છે ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. કારણ કે, તમે જાણો છો કે તેઓ તમારી પાછળ ઉભા છે. તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું, ‘પાપા કંઈપણ કહ્યા વિના તમારી સુરક્ષામાં લાગેલા હોય છે.’ અન્ય એક યુઝરે લખ્યું છે, ‘અલબત્ત પિતા દરેકના જીવનના સુપરહીરો છે.’ એકંદરે આ વીડિયો લોકોના હૃદયને સ્પર્શી ગયો છે

administrator
R For You Admin