ટોલીવુડમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર શોક છવાઈ ગયો છે. હવે આ સાંભળીને તમે પણ જાણવા આતુર થઈ જશો કે અમે શું વાત કરી રહ્યા છીએ. અભિનેતાના સેટ પરથી એક સ્ટંટમેનનું અવસાન થયું છે. 54 વર્ષીય સ્ટંટમેન સુરેશના મૃત્યુથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. જણાવી દઈએ કે લાખો પ્રયત્નો છતાં પણ તેને બચાવી શકાયો નથી.
સમાચાર અનુસાર, આ ઘટના વિદુથલાઈ ફિલ્મના સેટ પર બની હતી. જ્યાં સ્ટંટમેન સુરેશ સાથે મોટો અકસ્માત થયો હતો. જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન વેત્રી મારન કરી રહ્યા છે. આ સેટ ટ્રેનના ભંગારમાંથી બનાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો, સુરેશને સીન મુજબ જમ્પિંગ સ્ટંટ કરવાનો હતો, જેના માટે તેને ક્રેનની મદદથી દોરડાથી બાંધવામાં આવ્યો હતો.
20 ફૂટની ઊંચાઈએથી પડ્યો સુરેશ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ટંટ કરતી વખતે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્ટંટ દરમિયાન અચાનક તેની સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને તે લગભગ 20 ફૂટની ઊંચાઈથી જમીન પર પડી ગયો હતો. ફિલ્મના લીડ સ્ટંટ ડિરેક્ટરની હાજરીમાં સુરેશ તેના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ જણાવ્યું કે તેનું મૃત્યુ થયું છે.
25 વર્ષથી કામ કરે છે
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે, સુરેશ છેલ્લા 25 વર્ષથી સ્ટંટ કરતો હતો. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વર્ષો સુધી સ્ટંટમેન તરીકે જોડાયેલા હતા. જો કે આ દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે સુરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે.