રમત ગમત

ટીમ ઈન્ડિયાના 2 મોટા ખેલાડીઓ IPL રમવા નથી માંગતા, લીધો મોટો નિર્ણય

IPL 2023 માટે મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. સમાચાર મુજબ ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓએ આ માટે પોતાના નામ આપ્યા નથી.

એક બાજુ દરેક ક્રિકેટર આઈપીએલ રમવા માંગે છે અને બીજી બાજુ ભારતના 2 મોટા ખેલાડીઓએ આઈપીએલ ન રમવાનું મન બનાવી લીધું છે. વાત થઈ રહી છે ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીની જેમણે આઈપીએલ 2023 ઓક્શન માટે પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીને આઈપીએલ 2022માં કઈ ટીમે ખરીદ્યા ન હતી. સાથે આ બંન્ને આઈપીએલમા રમ્યા તેના વર્ષો વિતી ગયા છે. આ ખેલાડીઓએ હવે ઓક્શનમાં ન જવાનો નિર્ણય લીધો છે.

ચેતેશ્વર પુજારા વર્ષે 2014માં છેલ્લી વખત આઈપીએલ મેચ રમી હતી. પુજારાએ 30 મેતમાં 20.52ના સરેરાશથી 390 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 99.74 રહ્યો છે.

બીજી બાજુ હનુમા વિગારી પણ 2019માં છેલ્લી વખત આઈપીએલ રમ્યો હતો. આ ખેલાડી 24 મેચમાં માત્ર 88.47 ની સ્ટ્રાઈક રેટથી 284 રન બનાવી શક્યા હતા.

આઈપીએલ 2023ની મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં થશે. અહેવાલો અનુસાર 991 ખેલાડીઓ આઈપીએલ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

administrator
R For You Admin